Punjab News: પંજાબના પટિયાલા-સંગરુર માર્ગ (Patiala Sangrur Road) પર ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નહેર પર બનેલો લોખંડનો પુલ અચાનક ધડાકાભેર ધરાશાયી (Patiala Bridge Collapse) થતાં તેના પરથી પસાર થઈ રહેલા બે ટ્રક તેમાં ફસાઈ ગયા હતા. પુલ તૂટતાં જ બંને ટ્રક નહેર તરફ લટકી પડ્યા હતા અને થોડા જ સમયમાં તેમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
Patiala Bridge Collapse: પુલ તૂટતાં જ ટ્રકમાં લાગી આગ
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ટ્રક પુલના તૂટેલા ભાગમાં ફસાઈને લટકી રહ્યા હતા. આ દરમિયાન તેમાં આગ લાગતાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ, પુલનો કાટમાળ નહેરમાં પડતાં ભાખડા નહેરનું પાણી પણ તેમાંથી વહેવા લાગ્યું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી (Punjab Bridge Accident) હતી.
બંને ટ્રકના ડ્રાઇવરોનો સુરક્ષિત બચાવ
આ દુર્ઘટનામાં રાહતની વાત એ રહી કે બચાવ ટીમોએ બંને ટ્રકના ડ્રાઇવરોને સુરક્ષિત બહાર કાઢી લીધા (Truck Rescue) હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, પુલ ધરાશાયી થતાં આ માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે પુલની બંને તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વાહનોને નજીકના અન્ય પુલ પરથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.
પુલની મજબૂતી અને ટ્રકોના ભાર અંગે તપાસ
મળતી માહિતી મુજબ, આ પુલ અને નેશનલ હાઈવેનું નિર્માણ આશરે વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે અગાઉ પણ પુલમાં તિરાડો પડી હોવાની ફરિયાદો થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હવે પુલ ધરાશાયી થતાં તેના બાંધકામ અને જાળવણી અંગે સવાલો ઊભા થયા છે.
આ ઉપરાંત, દુર્ઘટના સમયે પુલ પરથી પસાર થઈ રહેલા બંને ટ્રક ઓવરલોડ હોવાની પણ ચર્ચા છે. જોકે, ટ્રકોનું વજન અને પુલ તૂટવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ અને સ્થળ પરની સ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના પુલો અંગે મોટો ખુલાસો! 2 વર્ષમાં જાણો કેટલા પુલ જોખમી જાહેર
આ પણ વાંચો: હિમાચલમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: 90નાં મોત, પુલો તૂટ્યા, શાળા ધરાશાયી, 109 રસ્તા બંધ
આ પણ વાંચો: વરસાદે વિકાસકામોની પોલ ખોલી! ક્યાંક રસ્તો ધસી પડ્યો, ક્યાંક ડ્રેનેજના અભાવે ખેડૂતોમાં આક્રોશ
