Bollywood/ જાણો, કેમ BMC એ સોનુ સૂદ સામે નોંધાવી FIR

બીએમસીએ 04 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી કે સોનુ સૂદે જુહીની એબી  નાયર રોડ પર આવેલ શક્તિ સાગર નામની ઈમારત 6 માળની રહેણાંક ઈમારતને એક હોટલમાં રૂપાંતરિત કરી હતી.

Entertainment
a 88 જાણો, કેમ BMC એ સોનુ સૂદ સામે નોંધાવી FIR

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે બીએમસીએ દાખલ કરાવી છે. બીએમસીએ મુંબઇના જુહુ પોલીસ સ્ટેશનમાં આ લેખિત ફરિયાદો નોંધાવી હતી.

બીએમસીએ 04 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી કે સોનુ સૂદે જુહીની એબી  નાયર રોડ પર આવેલ શક્તિ સાગર નામની ઈમારત 6 માળની રહેણાંક ઈમારતને એક હોટલમાં રૂપાંતરિત કરી હતી. આ માટે અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બીએમસીએ જુહુ પોલીસને મહારાષ્ટ્ર પ્રાદેશિક અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા જણાવ્યું હતું.

SONU SOOD

સોનુ સૂદ સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે સોનુએ નોટિસનું પાલન કર્યું નથી અને ફરિયાદ નોંધાયા પછી પણ અનધિકૃત વિકાસ ચાલુ રાખ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં બીએમસી દ્વારા મોકલાયેલી નોટિસ સામે સોનુ સૂદે શહેરની સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને વચગાળાની રાહત મળી ન હતી.

सोनू सूद ने रिहायशी इमारत में बनाया होटल, BMC ने दर्ज किया केस - sonu sood converted residential building into hotel bmc action case filed tmov - AajTak

બીજી તરફ, અહેવાલો અનુસાર, સોનુ સૂદ કહે છે કે તેમની પાસે જરૂરી પરવાનગી હતી અને તે ફક્ત મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) ની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા.

યાદ અપાવી દઈએ કે, સોનુ સૂદ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. કોરોના યુગમાં તેમણે ઘણા જરૂરીયાતમંદ લોકોને મદદ કરી છે. તેમણે મહારાષ્ટ્રથી સ્થળાંતર થયેલા મજૂરોને તેમના ઘરે મદદ કરી અને વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં પણ મદદ કરી છે. આ સાથે, તેમણે ઘણા લોકોને રોજગાર પૂરો પાડ્યો અને કેટલાકની સારવારમાં પણ મદદ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો