Bodeli/ C.N.G માટે કલાકો સુધી  લાઇનમાં લાગતાં રીક્ષા ચાલકોની હાલત કફોડી

C.N.G માટે કલાકો સુધી  લાઇનમાં લાગતાં બોડેલી ના રીક્ષા ચાલકોની હાલત કફોડી

Gujarat Others
sardarnagar 6 C.N.G માટે કલાકો સુધી  લાઇનમાં લાગતાં રીક્ષા ચાલકોની હાલત કફોડી

ભાવ આસમાને જતા પેટ્રોલ નાખી રિક્ષાનો ધંધો કરવો પોસાય તેમ નથી

બોડેલી ના હાલોલ રોડ પર આવેલા CNG  પંપ પર લાઈનો લાગી રહી છે કારણ કે અહી બુસ્ટર લાગેલું નથી અને પ્રેશર મળતું નથી  પેટ્રોલ નો ભાવ આસમાને જઇ રહ્યો છે પેટ્રોલ નાખી રિક્ષાનો ધંધો કરવો પોસાય તેમ નથી CNG ની ગાડીઓ ઓછી કરી દેવામાં આવી છે જેને લઈ રિક્ષા ચાલકો વાહન ચાલકોને પોતાનો કામ ધંધો છોડી કલ્લાકો લાઈનો માં લાગી રહેવું પડે છે તો કેટલાક રિક્ષા ચાલકો CNG ગેસ પુરાવવા પંપ પર રાત્રે સુઇ રહે છે અને સવારે ગેસ ની ગાડી આવે ત્યારે CNG પુરાવી પોતાનુ પેટીયુ રડી ખાય છે.

sardarnagar 7 C.N.G માટે કલાકો સુધી  લાઇનમાં લાગતાં રીક્ષા ચાલકોની હાલત કફોડી

છોટાઉદેપુર જીલ્લામાં એક માત્ર CNG પંપ બોડેલી ખાતે આવેલો છે. અહી વાહનોની લાંબી લાઈનો લાગવાની કોઈ નવાઈ નથી કારણ કે અહી બુસ્ટર લાગેલું નથી અને પ્રેશર મળતું નથી લોકોને CNG ગેસ પુરાવવા માટે  કલાકો સુધી લાઈનો માં ઊભા રહેવાનો વારો આવે છે તે પણ પોતાનો કામ ધંધો છોડી બોડેલી ના હાલોલ રોડ પર આવેલા  CNG  પંપ પર લાઈનો લાગતાં વાહન ચાલકોને પોતાનું વાહન કલાકો સુધી હાઇવે પર ઊભા રાખવાનો વારો આવે છે અહી વાહનોનો ધમધમાટ હોય વારવાર અકસ્માતના નાના મોટા બનાવો પણ બની રહયા છે જેથી તેઓને અકસ્માત નો ભય પણ તેઓને સતત સતાવી રહ્યો છે.

sardarnagar 8 C.N.G માટે કલાકો સુધી  લાઇનમાં લાગતાં રીક્ષા ચાલકોની હાલત કફોડી

પોતાનો કામ ધંધો છોડી લાઇનમાં લાગતાં રિક્ષા ચાલકો તેમજ  વાહન ચાલકો ની માંગ છે કે વહેલી તકે બુસ્ટરની કામગીરી પૂર્ણ કરી આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે અને CNG પંપ પર ગેસ ભરીને આવતી ગાડીઓ માં વધારો કરવામાં આવે .