Crime/ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી સ્કોર્પિયો કારના માલિકની મળી લાશ

મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી સ્કોર્પિયો કારના માલિકની લાશ મળી આવી,

Top Stories India
આધાર 7 7 મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી સ્કોર્પિયો કારના માલિકની મળી લાશ
  • કલાવા ક્રીકમાં કુદીને આત્મહત્યા કરી હોવાની શંકા
  • પોલીસે શનિવારે એક ગટરમાંથી મનસુખ હિરણનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના ઘર, એન્ટિલિયાની બહાર એક શંકાસ્પદ કાર મળી આવવાની ઘટનાનું કોકડું વધુ ઘેરાતું જી રહ્યું છે. આ ઘટના ક્રમમાં પોલીસને કલાવા ક્રીક પર એક લાશ મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લાશ  મુકેશ અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ સંજોગોમાં પાર્ક કરેલી સ્કોર્પિયો કારના માલિકની છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે લાશ મનસુખ હિરણની છે અને તેણે આત્મહત્યા કરી હોવાની શંકા છે. આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ગુરુવારે લાપતા થયા હતા

મનસુખ થાણેના  ઉદ્યોગપતિ અને ક્લાસિક મોટર્સની ફ્રેન્ચાઇઝી ધરાવતા હતા. ગુરુવારે તે ગુમ થયો હતો અને આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે. દરમિયાન, બીજી માહિતી મળી રહી છે કે એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલા સચિન વાજે અને મનસુખ બંને એક બીજાના સંપર્કમાં હતા. જેને લઇ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે માંગ કરી છે કે એનઆઈએ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે.

અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી એસયુવી મળી આવી હતી

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી આશરે 200 મીટર દૂર એક શંકાસ્પદ એસયુવીમાંથી 20 જિલેટીન સ્ટીક મળી આવી હતી. એસયુવી પર બનાવતી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે કાર 24 ફેબ્રુઆરીની રાત્રે 1 વાગ્યે એન્ટિલિયાની બહાર પાર્ક કરી હતી. અગાઉ આ કાર બપોરે સાડા બાર વાગ્યે હાજી અલી જંકશન પહોંચી હતી અને લગભગ 10 મિનિટ સુધી અહીં રોકાઈ હતી. મળી આવેલી કાર મુંબઇના વિક્રોલી વિસ્તારમાંથી ચોરાઇ હતી. તેનો ચેસીસ નંબર બગાડવામાં આવ્યો છે, પરંતુ પોલીસે કારના વાસ્તવિક માલિકની ઓળખ કરી છે.

ક્રાઇમ બ્રાંચના અધિકારીના જણાવ્યા અનુસાર, કારના માલિક મનસુખ હિરેને કહ્યું હતું કે 17 ફેબ્રુઆરીની સાંજે તે થાણેથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ગાડી અટકી. તેઓ ઉતાવળમાં હતા, તેથી વિક્રોલી બ્રિજ પાસે રસ્તાની બાજુમાં કાર પાર્ક કરી. બીજા દિવસે જ્યારે તેઓ કાર લેવા ગયા હતા, ત્યારે તે ત્યાં નાં હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.