નિમણુક/ ઓલપાડ તાલુકા પંચાયતમાં બોડીની રચના થઈ

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થયા બાદ નગરપાલિકામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક શરૂ કરવામાં આવી હતી. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ શાસક પક્ષના નેતા અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપે ભવ્ય જીત […]

Gujarat Others
ઓલપાડ ઓલપાડ તાલુકા પંચાયતમાં બોડીની રચના થઈ

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થયા બાદ નગરપાલિકામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક શરૂ કરવામાં આવી હતી. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ શાસક પક્ષના નેતા અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ મહાનગરપાલિકામાં મેયર તેમજ બોડીની વરણી કર્યા નગર પાલિકામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે તાલુકા પંચાયતોમાં ભાજપ દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહીતની બોડીમાં સભ્યોની નિમણુક કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવ્યા બાદ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમિતભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે. જયારે ઉપપ્રમુખ તરીકેની મહિલા સભ્ય જશુબેન વસાવની નિમણુક કરવામાં આવી છે. તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વનરાજસિંહ બારડની નિમણુક કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે કિરણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.