Not Set/ બોઇંગે લીધો મોટો નિર્ણય,રશિયન એરલાઇન્સને ટેકનિકલ ખામી દૂર કરવામાં મદદ નહીં કરે..

રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા સમગ્ર વિશ્વ રશિયાથી નારાજ જોવા મળી રહ્યા છે અને તમામ પ્રકારના પ્રતિબંધો રશિયા પર લાદી રહ્યા છે

Top Stories World
25 બોઇંગે લીધો મોટો નિર્ણય,રશિયન એરલાઇન્સને ટેકનિકલ ખામી દૂર કરવામાં મદદ નહીં કરે..
  • બોઇંગનું રશિયા પર સૌથી મોટું પગલું
  • ટેકનિકલ સપોર્ટ બંધ કરવાનું બોઇંગનું એલાન
  • રશિયન એરલાઇન્સને સપોર્ટ નહીં કરીએ
  • ટેકનિકલ ખામી દૂર કરવા આવી શકે છે મુશ્કેલી
  • અમેરિકાની વિમાન બનાવતી કંપની છે બોઇંગ

રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા સમગ્ર વિશ્વ રશિયાથી નારાજ જોવા મળી રહ્યા છે અને તમામ પ્રકારના પ્રતિબંધો રશિયા પર લાદી રહ્યા છે, રશિયાને આર્થિક રીતે પાયમાલ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે. અનેક દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે. અમેરિકાની વિમાન બનાવતી સૈાથી મોટી કંપની બોઇંગે પણ રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે, આ બોઇંગ કંપનીએ જાહેરાત કરી છે કે રશિયન એરલાઇન્સને સપોર્ટ નહી કરે, એટલે કે હવે રશિયાના કોઇપણ વિમાનને ટેકનિકલ સમસ્યા સર્જાશે તો ટેકનિકલ સહાય આપવામાં આવશે નહીં. હવે આ કંપનીએ મોયું નિર્ણય લેતા રશિયા માટે મુશકેલી સર્જાઇ છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેનને લઈને બિડેને કહ્યું કે 6 દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખોટો નિર્ણય લીધો હતો. રશિયાએ વિચાર્યું હતું કે અમે યુક્રેનને કચડી નાખીશું, પરંતુ યુક્રેનના લોકોએ રશિયાને જડબાતોડ જવાબ આપ્યો. યુક્રેનના લોકોએ હિંમત બતાવી છે. અમેરિકા યુક્રેનના લોકો સાથે ઉભું છે.

બિડેને કહ્યું, “રશિયાએ વિશ્વના પાયાને હલાવવાનો પ્રયાસ કર્યો છે. રશિયાએ આની કિંમત ચૂકવવી પડશે. અમે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છીએ. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશો યુક્રેનની સાથે ઉભા છે.” આ દરમિયાન બિડેને જાહેરાત કરી કે અમેરિકા રશિયા માટે તેનું એરબેઝ બંધ કરી રહ્યું છે.

બિડેને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને એક અબજ ડોલરની સહાય આપવા જઈ રહ્યું છે. બિડેને કહ્યું કે, અમે નાટો દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમે યુક્રેનને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.” જો કે, બિડેને સ્પષ્ટ કર્યું કે અમારી સેના યુક્રેન-રશિયન યુદ્ધમાં સામેલ થશે નહીં.