Not Set/ આમિરની લાલ સિંહ ચઢ્ઢા ક્રિસ્મસ પર રિલીઝ થશે, ઋતિકની ક્રિષ-4 સાથે ટકરાશે

બોલિવૂડના મીસ્ટર પરફેક્શનીસ્ટ આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ જાહેર થઇ ચૂકી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટર હેન્ડલમાં આ અંગે માહિતી આપી હતી. આ મૂવિ આગામી વર્ષે ક્રિસ્મસના તહેવાર પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન અદ્વેત ચોહાણે કર્યું છે. ફિલ્મમાં આમીર ખાન લીડ રોલમાં ચમકશે. આ પહેલા આમિરખાનની અમિતાભ બચ્ચન સાથેની […]

Uncategorized
ammir આમિરની લાલ સિંહ ચઢ્ઢા ક્રિસ્મસ પર રિલીઝ થશે, ઋતિકની ક્રિષ-4 સાથે ટકરાશે

બોલિવૂડના મીસ્ટર પરફેક્શનીસ્ટ આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ જાહેર થઇ ચૂકી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટર હેન્ડલમાં આ અંગે માહિતી આપી હતી. આ મૂવિ આગામી વર્ષે ક્રિસ્મસના તહેવાર પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન અદ્વેત ચોહાણે કર્યું છે. ફિલ્મમાં આમીર ખાન લીડ રોલમાં ચમકશે.

આ પહેલા આમિરખાનની અમિતાભ બચ્ચન સાથેની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન રિલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઇ ગઇ હતી. આ અંગે ખુદ આમિર ખાને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને ફિલ્મ ફ્લોપ ગઇ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

ક્રિષ 4 સાથે થશે ટક્કર

આમિરખાનના આ ફિલ્મની ટક્કર ઋતિક રોશન સ્ટારર ક્રિષ- 4 સાથે થશે. એનું કારણ એ છે ઋતિકની ક્રિષ 4 પણ આગામી વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં ઋતિક રોશન વધુ એક વખત સુપરહીરો ક્રિષના અવતારમાં જોવા મળશે. આ બન્ને ફિલ્મ મોટી હોવાથી ફિલ્મ નિર્માતા આ મૂવિની રિલીઝ ડેટ બદલાવે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

Hrithik Roshan 1 આમિરની લાલ સિંહ ચઢ્ઢા ક્રિસ્મસ પર રિલીઝ થશે, ઋતિકની ક્રિષ-4 સાથે ટકરાશે
File Photo

શૂટિંગ લોકેશનની શોધમાં આમિર

આમિર ખાન હાલ તો આ ફિલ્મ માટે લોકેશન શોધી રહ્યા છે. એ જ દિશામાં તાજેતરમાં ફિલ્મ ક્રુએ ધર્મશાળાની મુલાકાત કરી હતી. આ મૂવિમાં આમિર ખાન 20 કિલો જેટલું વજન ઘટાડશે. દંગલમાં પહેલવાનની દમદાર ભૂમિકા બાદ આ મૂવિમાં પણ આમિરનો નવો લુક દર્શકો માટે કુતુહૂલનો વિષય બનશે તે ચોક્કસ છે.

નોંધનીય છે કે આમિર ખાન તેની દરેક મૂવિમાં તેની ભૂમિકાને સંપૂર્ણપણે સમર્પિત રહે છે અને પોતાનું શ્રેષ્ઠ આપવા માટે તેના લુક્સને લઇને પણ વધુ કામ કરે છે. આમિર ખાન છેલ્લે અમિતાભ બચ્ચન અને ફાતિમા સના શેખ સાથે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન મૂવિમાં જોવા મળ્યા હતા.