Year Ender 2020/ નવા વર્ષની શરૂઆતમાં આ સ્ટાર્સના ઘરમાં ગુંજશે કિલકારીઓ

આ સમય દરમિયાન ઘણા લોકોને તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક પણ મળી. વર્ષના અંત સુધીમાં, ઘણી મોટી હસ્તીઓએ સારા સમાચાર આપ્યા. આજે અમે તમને જણાવીશું કે તે કયા સ્ટાર છે જે 2021 માં માતા-પિતા બનવાના છે.  

Entertainment
a 398 નવા વર્ષની શરૂઆતમાં આ સ્ટાર્સના ઘરમાં ગુંજશે કિલકારીઓ

વર્ષ 2020 ની શરૂઆતમાં, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસ મહામારીએ બધાને તેની ચપેટમાં લીધા છે. વિશ્વભરમાં કરોડો લોકોને વાયરસથી ચેપ લાગ્યો છે, લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. ધંધાથી માંડીને પરિવહન સુધી, દરેક વસ્તુ ઠપ થઈ ગઈ, જેના પગલે સામાન્ય લોકોથી લઈને મોટી મોટી હસ્તીઓ પણ તેમના ઘરે કેદ થઇ ગઈ હતી. આ સમય દરમિયાન ઘણા લોકોને તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક પણ મળી. વર્ષના અંત સુધીમાં, ઘણી મોટી હસ્તીઓએ સારા સમાચાર આપ્યા. આજે અમે તમને જણાવીશું કે તે કયા સ્ટાર છે જે 2021 માં માતા-પિતા બનવાના છે.

કરીના કપૂર

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર 2021 માં બીજી વાર માતા બનવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, માર્ચ 2021 માં, નાનો મહેમાન કરીના અને સૈફ અલી ખાનના ઘરે આવવા જઇ રહ્યો છે. કરિના અને સૈફ પહેલા બાળક તૈમૂર પછી ફરી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ લોકડાઉન દરમિયાન તેને પ્રેગ્નેસીના સમાચાર શેર કર્યા હતા. કરીનાનો પહેલો સંતાન તૈમૂર તેની ક્યુટનેસને કારણે મીડિયા પ્રિય રહ્યો છે. તૈમૂરને એક ભાઈ મળશે અથવા બહેન તે તો, આવનારા સમયમાં જ જાણવા મળશે.

Instagram will load in the frontend.

અનુષ્કા શર્મા

બોલિવૂડ એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા 2021 માં પહેલીવાર માતા બનવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને તેને પ્રેગ્નેસી વિશે માહિતી આપી હતી. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ લોકડાઉન દરમિયાન માતા-પિતા બનવાની ઘોષણા કરી હતી. અનુષ્કા શર્મા સંભવત: જાન્યુઆરી 2021 માં તેના પહેલા બાળકને જન્મ આપશે. અનુષ્કા અને વિરાટનું આ પહેલું સંતાન હોવાથી, બંનેએ ખૂબ સાવચેતી રાખી છે અને પહેલા જ તેમના ઘરે નાના મહેમાનની તૈયારી શરૂ કરી દીધી છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

અનિતા હસનંદની

પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી અનિતા હસનંદની લગ્ન પછી 2021 માં પ્રથમ વખત માતા બનવા જઈ રહી છે. લગ્નના 7 વર્ષ પછી અનિતા માતા બનશે. અનિતાએ એક વીડિયો પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નેસી વિશે માહિતી આપી હતી. આ વીડિયોમાં અનિતા પતિ રોહિત રેડ્ડી સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં માતાપિતા બનવાનો આનંદ બંનેમાં જોઇ શકાય છે. વીડિયોમાં બંને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

અદિતિ મલિક

નવું વર્ષ મોહિત અને અદિતિ માટે ખુશી લાવશે. આ કપલ આવતા વર્ષે 2021 ના ​​મેમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. એક ખાનગી માધ્યમને આપેલા ઈન્ટરવ્યુમાં મોહિતે કહ્યું કે જ્યારે તેને આ સારા સમાચાર સાંભળ્યા ત્યારે  તે સાતમા આસમાને પહોંચી ગયો. મોહિત કહે છે કે તે દિવસે તે શૂટિંગ કરી રહ્યો હતો, જ્યારે અદિતિએ તેને બોલાવ્યો અને કહ્યું કે તે પ્રેગ્નેટ છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

જાનકી મહેતા

ટીવી એક્ટર નકુલા મહેતાની પત્ની અને અભિનેત્રી જાનકી મહેતા પણ પ્રેગ્નેટ છે. જાનકી મહેતા ફેબ્રુઆરી 2021 માં માતા બનવા જઈ રહી છે. નકુલ મહેતાએ સોશિયલ મીડિયા પર પત્ની જાનકીના પ્રેગ્નેટ હોવા અંગે ખુશી વ્યક્ત કરી છે. નકુલાએ આ ખાસ સમાચાર એક વીડિયો દ્વારા ચાહકો સાથે શેર કર્યા છે, જેને ચાહકોએ પસંદ કરી હતી. હકીકતમાં, નકુલાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વિડીયોમાં જાનકી સાથેના તેમના જીવનના તમામ મહત્વપૂર્ણ પળોની તસવીરો અને તેની સાથે એક કેપ્શન શેર કર્યું છે. વિડીયોમાં તેમની મુલાકાતથી માંડીને લગ્નના પ્રપોઝ અને સગાઈ સુધીની તસ્વીરો છે. વિડીયોના અંતે, જાનકીની પ્રેગ્નીસીની તસ્વીર છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…