ટ્રેલર/ કંગનાની ફિલ્મ ‘થલાઈવી’નું ટ્રેલર રિલીઝ, જુઓ જયલલિતાની અભિનેત્રીથી લઈને રાજનેતા બનવાની સફર

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ થલાઈવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દિવંગત રાજકારણી અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર બનાવવામાં આવી છે.

Trending Entertainment
Am 27 કંગનાની ફિલ્મ 'થલાઈવી'નું ટ્રેલર રિલીઝ, જુઓ જયલલિતાની અભિનેત્રીથી લઈને રાજનેતા બનવાની સફર

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ થલાઈવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દિવંગત રાજકારણી અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર બનાવવામાં આવી છે. ટ્રેલર ખૂબ જ દમદાર છે અને તેમાં કંગના એકદમ જયલલિતા જેવી લાગે છે.

ત્રણ મિનિટ 22 સેકન્ડના આ ટ્રેલરમાં જયલલિતાની અભિનેત્રી બનવાથી લઈને રાજકારણમાં આવવા સુધીની ઝલક બતાવવામાં આવી છે. ટ્રેલરમાં ડાયલોગ એકદમ શાનદાર છે. આ ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મને એ એલ વિજયે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ તથા ભાગ્યશ્રી મહત્વના રોલમાં છે.

આ પણ વાંચો :હેલો ચાર્લી ટ્રેલર રીલીઝ: આદર જૈન પાછા ફરશે, જેકી શ્રોફ રજૂ કરશે કોમેડી

જયલલિતાએ રાજકારણમાં કેવી પ્રવેશ કર્યો હતો, તે સ્પષ્ટ રીતે ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની એક ઝલક પણ બતાવવામાં આવી છે. ટ્રેલરમાં તે ઘટના પણ બતાવવામાં આવી છે જ્યારે જયલલિતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ટ્રેલરમાં એક ખૂબ જ જોરદાર ડાયલોગ છે ‘ ક્યોકી મહાભારત કા દુસરા નામ જયા હૈ’. 3 મિનિટના ટ્રેલરમાં કંગના એટલી શક્તિશાળી લાગી રહી છે એટલી જ જલલિતાની જિંદગી સુંદરતા સાથે રજૂ કરવામાં આવી છે.

કંગનાએ આ ફિલ્મ માટે 20 કિલો જેટલું વજન વધાર્યું છે. કંગનાનું આ બૉડી ટ્રાન્સફોર્મેશન ચર્ચામાં છે. કંગનાની આ ફિલ્મ 23 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ વિબરી મોશન પિક્ચર્સ, કર્મા મીડિયા એન્ટરટેઇનમેન્ટ તથા ઝી સ્ટૂડિયોએ બનાવી છે.

આ પણ વાંચો :યુવા દિલોની ધડકન બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ