Not Set/ ફ્રાંસ: સ્ટ્રેસબર્ગના ક્રિસમસ માર્કેટમાં ગોળીબાર, ૩ ના મોત, ૧૨ થી વધુ લોકો ઘાયલ

ફ્રાંસમાં એક બંદુકધારીએ ક્રિસમસ માર્કેટમાં ઘુસીની ગોળીબારી કરી હતી. આ ગોલીબરીને લીધે ૩ લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને ડઝનથી પણ વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટના ફ્રાંસના ઐતિહાસિક શહેર સ્ટ્રેસબર્ગની છે. મંગળવારે સાંજે આ ગોળીબારી કરીને આરોપી ફરાર થઇ ગયો હતો. સરકારે હાલ શહેરની સુરક્ષા વધારી દીધી છે. સરકારનું કહેવું છે કે […]

World Trending
gun ફ્રાંસ: સ્ટ્રેસબર્ગના ક્રિસમસ માર્કેટમાં ગોળીબાર, ૩ ના મોત, ૧૨ થી વધુ લોકો ઘાયલ

ફ્રાંસમાં એક બંદુકધારીએ ક્રિસમસ માર્કેટમાં ઘુસીની ગોળીબારી કરી હતી. આ ગોલીબરીને લીધે ૩ લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને ડઝનથી પણ વધારે લોકો ઘાયલ થયા છે.

આ ઘટના ફ્રાંસના ઐતિહાસિક શહેર સ્ટ્રેસબર્ગની છે. મંગળવારે સાંજે આ ગોળીબારી કરીને આરોપી ફરાર થઇ ગયો હતો.

સરકારે હાલ શહેરની સુરક્ષા વધારી દીધી છે. સરકારનું કહેવું છે કે આવા હુમલા બીજી વખત ન થાય તે માટે ક્રિસમસ માર્કેટોમાં સુરક્ષા વધારી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫ પછી ફ્રાંસ હાઈ એલર્ટ પર છે. આતંકવાદની ઘણી ઘટનાને અહી અંજામ આપવામાં આવ્યો છે. છેલ્લા ૪ વર્ષોમાં અહિયાં ઘણા હુમલા થયા છે જેમાના કેટલાક ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત હતા.

પોલીસે આરોપીની ઓળખાણ ચેરીફ ચેકાટ તરીકે કરી છે. ૨૯ વર્ષીય આરોપી સ્ટ્રેસબર્ગનો રહેવાસી છે.

આરોપીને શોધવા માટે ફ્રાંસની પોલીસે હેલીકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો. આરોપી દ્વારા આ ગોળીબાર શા માટે કરવામાં આવ્યો હતો તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.