Not Set/ બોલિવૂડ/ દીપિકા પાદુકોણ ફિલ્મ મહાભારત કરશે પ્રોડ્યૂસ, દ્રોપદીનાં પાત્રમાં જોવા મળશે

દ્રૌપદીનાં પરિપ્રેક્ષ્ય બનનાર ‘મહાભારત’માં અભિનેત્રી દીપિકા પાદુકોણ જોવા મળશે. આ સંદર્ભમાં, તેણે નિમાર્તા મધુ મન્ટેના સાથે હાથ મિલાવ્યો છે અને તે આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરશે. દીપિકા અગાઉ એસિડ એટેક પીડિત લક્ષ્મી અગ્રવાલનાં જીવનથી પ્રેરાયેલી ફિલ્મ છપાકનું નિર્માણ કરી ચુકી છે. તેના પ્રોડ્યૂસની બીજી ફિલ્મ ‘મહાભારત’ હશે. જેમા દ્રૌપદીનાં દ્રષ્ટિકોણથી આખી વાર્તા મોટા પડદે બતાવવામાં […]

Uncategorized
Dipika Padukone In Mahabharata Dropadi બોલિવૂડ/ દીપિકા પાદુકોણ ફિલ્મ મહાભારત કરશે પ્રોડ્યૂસ, દ્રોપદીનાં પાત્રમાં જોવા મળશે

દ્રૌપદીનાં પરિપ્રેક્ષ્ય બનનાર ‘મહાભારત’માં અભિનેત્રી દીપિકા પાદુકોણ જોવા મળશે. આ સંદર્ભમાં, તેણે નિમાર્તા મધુ મન્ટેના સાથે હાથ મિલાવ્યો છે અને તે આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરશે. દીપિકા અગાઉ એસિડ એટેક પીડિત લક્ષ્મી અગ્રવાલનાં જીવનથી પ્રેરાયેલી ફિલ્મ છપાકનું નિર્માણ કરી ચુકી છે. તેના પ્રોડ્યૂસની બીજી ફિલ્મ ‘મહાભારત’ હશે. જેમા દ્રૌપદીનાં દ્રષ્ટિકોણથી આખી વાર્તા મોટા પડદે બતાવવામાં આવશે.

દીપિકાએ કહ્યું, “દ્રૌપદીની ભૂમિકા નિભાવવા માટે હું ઘણી રોમાંચિત અને સન્માનિત અનુભવી રહી છું. મારુ માનવુ છે કે આવા પાત્રો જીવનકાળમાં ફક્ત એક જ વાર રજૂ કરવા મળે છે.” તેણે આગળ કહ્યુ, “મહાભારત પોતાની પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક પ્રભાવ માટે પ્રખ્યાત છે, તેમ જ જીવનનાં ઘણા પાઠ ‘મહાભારત’ પરથી મળે છે, પરંતુ આ પાઠ મોટા ભાગે તેના પુરુષ પાત્રો પરથી લેવામાં આવે છે.”

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી છે. આ ફિલ્મ ઘણા ભાગોમાં બનાવવામાં આવશે અને તેનો પહેલો ભાગ દિવાળી પર 2021 માં રિલીઝ થશે. ફિલ્મ મહાભારત વિશેની સત્તાવાર ઘોષણા થતાં જ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે અને તેઓ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

દીપિકાએ કહ્યું, “તેને ફક્ત નવા પરિપ્રેક્ષ્ય સાથે બતાવવું રસપ્રદ રહેશે, સાથે તે ખૂબ મહત્વનું પણ છે.” તે અનેક સીરીઝમાં બનાવવામાં આવશે અને તેનો પહેલો ભાગ દિવાળી 2021 માં રિલીઝ થશે. મન્ટેનાએ કહ્યું, “આપણે બધાં ‘મહાભારત’ સાંભળતા, જોતા અને વાંચતા આવ્યા છીએ, તેથી દ્રૌપદીની દ્રષ્ટિએ, તેની વાર્તા આપણી ફિલ્મની વિશિષ્ટતા છે. આ પાત્ર આપણા સાંસ્કૃતિક ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ નાયિકાઓમાંની એક છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.