Not Set/ બોલિવૂડ શોકમાં ડૂબ્યુ, આ દિગ્ગજ અભિનેતાનું થયુ નિધન

હિન્દી અને મરાઠી ફિલ્મોનાં પ્રખ્યાત અભિનેતા શ્રીરામ લાગૂનું મંગળવારે પૂણેમાં નિધન થયું હતું. શ્રીરામ 92 વર્ષનાં હતા. જણાવી દઇએ કે, ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની પૂનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા બે દિવસથી તેમની તબિયત અચાનક લથળી ગઇ હતી. અભિનેતાની સાથે, તે ટેલેન્ટેડ થિયેટર કલાકાર પણ હતા. […]

Uncategorized
Sriram બોલિવૂડ શોકમાં ડૂબ્યુ, આ દિગ્ગજ અભિનેતાનું થયુ નિધન

હિન્દી અને મરાઠી ફિલ્મોનાં પ્રખ્યાત અભિનેતા શ્રીરામ લાગૂનું મંગળવારે પૂણેમાં નિધન થયું હતું. શ્રીરામ 92 વર્ષનાં હતા. જણાવી દઇએ કે, ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની પૂનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા બે દિવસથી તેમની તબિયત અચાનક લથળી ગઇ હતી. અભિનેતાની સાથે, તે ટેલેન્ટેડ થિયેટર કલાકાર પણ હતા. તે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.

શ્રીરામ લાગૂએ તેમની ફિલ્મી કેરિયરમાં 100 થી વધુ હિન્દી અને 40 થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં શ્રીરામ ‘આહટ: એક અજીબ કહાની’, ‘પિંજરા’, ‘મેરે સાથ ચાલ’, ‘સામના’, ‘દૌલત’ જેવી ઘણી ફિલ્મોમાં દેખાયા. 1978 માં, લાગૂને ફિલ્મ ઘરૌંદા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેમણે લગભગ 20 મરાઠી નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું.

શ્રીરામ લાગૂનો જન્મ 16 નવેમ્બર 1927 નાં રોજ મહારાષ્ટ્રનાં સતારામાં થયો હતો. તે થિયેટર કલાકાર હતા. શ્રીરામ લાગૂ અભિનેતા બનવા માંગતા ન હોતા. તેમનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું. આ જ કારણ હતું કે તેમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને એમબીબીએસ અને એમએસની ડિગ્રી મેળવી. પરંતુ કોલેજનાં દિવસો દરમિયાન તેમને અભિનયની એક રીતે લત લાગી ગઇ હતી. પરંતુ તેમણે પહેલા તેની ઇએનટી સર્જનની ડીગ્રી મેળવી.

ડૉ. લાગૂ પ્રસિદ્ધ નાટક નટ સમ્રાટનાં પ્રથમ હીરો હતા. આ નાટક પ્રખ્યાત લેખક કુસુમાગ્રાએ લખ્યું હતું. આ નાટકમાં તેમનું અભિનય આજે પણ યાદ કરવામાં આવે છે. મરાઠી થિયેટર માટે એક મીલનો પથ્થર ગણાતા નટ સમ્રાટ નાટકમાં તેમણે અપ્પાસાહેબ બેલવલકરની ભૂમિકા ભજવી હતી. અભિનેતા શ્રીરામ લગુના નિધન પર એનસીપીનામ પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નીતિન ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.