Bollywood/ રિલેશનશિપ અંગે સોનાક્ષી સિન્હાએ કર્યો ખુલાસો, કહ્યું – મમ્મી હવે કરાવવા માંગે છે લગ્ન

સોનાક્ષી સિન્હાએ કહ્યું કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તેણીનો એક સુંદર સંબંધ હતો પરંતુ જ્યારે તે ગ્રેજુએટ થઈ ત્યારે તેણે છોકરાને ‘ઓકે બાય’

Entertainment
સોનાક્ષી સિન્હાએ

સોનાક્ષી સિન્હાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના પ્રથમ સૌથી લાંબા સમય સુધી ચાલેલા રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે 5 વર્ષ ચાલ્યું હતું. સોનાક્ષીએ કહ્યું કે તેમના ગંભીર સંબંધો 20 વર્ષ પછી જ શરૂ થયા. તે જ સમયે, તેણે એમ પણ કહ્યું કે જો તે તેના પિતા શત્રુઘ્ન સિન્હાલો ભરોસે રહીશ તો આ રીતે જ બેથી રહીશ, હા પણ તેની માતા પૂનમે તેના લગ્ન વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો :અવસાન / સીરિયલ જોધા અકબરની એક્ટ્રેસ મનીષા યાદવ ઉર્ફે સલીમા બેગમનું નિધન

ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સિન્હાએ કહ્યું કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તેણીનો એક સુંદર સંબંધ હતો પરંતુ જ્યારે તે ગ્રેજુએટ થઈ ત્યારે તેણે છોકરાને ‘ઓકે બાય’ કહ્યું. જો કે, ગંભીર સંબંધ ખૂબ પાછળથી થયો. સોનાક્ષીએ એક ખાનગી માધ્યમને જણાવ્યું કે, મને લાગે છે કે જ્યારે મારો પહેલો ગંભીર સંબંધ હતો ત્યારે હું 21 કે 22 વર્ષની હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે તે કેટલો સમય ચાલ્યો, તો તેણે જવાબ આપ્યો, 5 વર્ષથી વધુ.

a 34 રિલેશનશિપ અંગે સોનાક્ષી સિન્હાએ કર્યો ખુલાસો, કહ્યું - મમ્મી હવે કરાવવા માંગે છે લગ્ન

આ પણ વાંચો :પાકિસ્તાનના પ્રખ્યાત હાસ્ય કલાકાર ઉમર શરીફનું 66 વર્ષની વયે અવસાન થયું

સોનાક્ષી સિન્હાનું માનવું છે કે, તેના પેરેન્ટ્સ તેના માટે છોકરો નહીં શોધી શકે. જો તેણે છોકરો શોધવાનું કામ પિતા પર છોડ્યું તો તે આખું જીવન ઘરે કુંવારી બેસી રહેશે તેમ તેનું માનવું છે. જોકે, સોનાક્ષીએ એમ પણ કહ્યું કે, તેની મમ્મી ઘણીવાર તેને લગ્ન કરવા અંગે પૂછે છે. સોનાક્ષીએ કહ્યું કે, તેના માતાપિતા જાણે છે કે, જ્યારે તે મનથી તૈયાર હશે ત્યારે લગ્ન કરી જ લેશે.

આ પણ વાંચો : લગ્નના 4 વર્ષ બાદ સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યનો તુટ્યો નાતો, થયા અલગ

a 35 રિલેશનશિપ અંગે સોનાક્ષી સિન્હાએ કર્યો ખુલાસો, કહ્યું - મમ્મી હવે કરાવવા માંગે છે લગ્ન

સોનાક્ષીએ સલમાન ખાન સાથેની ફિલ્મ ‘દબંગ’ દ્વારા બોલિવુડમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. સોનાક્ષીએ ‘રાઉડ રાઠોડ’, ‘દબંગ 2’, ‘લુટેરા’, ‘બુલેટ રાજા’, ‘હોલિડે’, ‘તેવર’, ‘અકીરા’, ‘કલંક’, ‘ખાનદાની શફાખાના’, ‘દબંગ 3’, ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે સોનાક્ષી અજય દેવગણની ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘કાકૂડા’માં જોવા મળશે.

આ પણ વાંચો : જંગલ થીમ પર તૈયાર આલિશાન ઘર જુઓ વીડિયોમાં