Airplane/ પુણે જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોમ્બની સુચનાથી હંગામો

દેશની રાજધાની દિલ્હીથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ છે. આ ફ્લાઈટ દિલ્હી…

Top Stories India
Bomb alert in Spicejet

Bomb alert in Spicejet: દેશની રાજધાની દિલ્હીથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ છે. આ ફ્લાઈટ દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી. બોમ્બની માહિતીથી પોલીસ અને એરપોર્ટ સ્ટાફમાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ એરપોર્ટ પર જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સંબંધિત ફ્લાઈટ ઉપરાંત અન્ય ફ્લાઈટની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, IGI એરપોર્ટથી ફ્લાઈટ આજે એટલે કે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે પુણે માટે ટેકઓફ થવાની હતી. ત્યારે જ ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતીએ સૌના હોશ ઉડાવી દીધા હતા. જે બાદ બોમ્બ સ્ક્વોડને બોલાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું કે બોમ્બ વિશે માહિતી આપનાર શંકાસ્પદની શોધ હજુ ચાલુ છે. SOP મુજબ સુરક્ષા કવાયતનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. હાલમાં દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 10 જાન્યુઆરીએ પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારે રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા આવી રહેલી એક ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સામે આવી હતી. જે બાદ જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. આ મામલામાં ગોવા ATCને એક મેલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફ્લાઈટમાં બોમ્બ છે. જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જોકે, ફ્લાઇટમાં હાજર તમામ 244 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: IND vs SL/ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું, કેએલ રાહુલની અડધી સદીએ રાખ્યો રંગ