MH government/ બોમ્બે હાઈકોર્ટથી કંગના રાનૌતને આપી મોટી રાહત, ધરપકડ પર વચગાળાનો સ્ટે

મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર વિરુદ્ધ કંગના રાનૌતની અરજી પર બોમ્બે હાઈકોર્ટે કંગનાને મોટી રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી કંગના રાનૌત અને તેની બહેન રંગોલી ચંદેલની

Entertainment
kangana5 1 બોમ્બે હાઈકોર્ટથી કંગના રાનૌતને આપી મોટી રાહત, ધરપકડ પર વચગાળાનો સ્ટે

મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર વિરુદ્ધ કંગના રાનૌતની અરજી પર બોમ્બે હાઈકોર્ટે કંગનાને મોટી રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી કંગના રાનૌત અને તેની બહેન રંગોલી ચંદેલની ધરપકડ પર વચગાળાની રોક મુકી રાહત આપી છે, પરંતુ બંનેને દેશદ્રોહના કેસમાં 8 જાન્યુઆરીએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

આપને જણાવી દઇએ કે, અભિનેત્રી કંગના રાનૌત અને તેની બહેન રંગોલી ચંડેલે સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી, જેની સુનાવણી આજે થઈ હતી. આ એફઆઈઆર સોશિયલ મીડિયા પર સમાજમાં નફરત અને સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે નોંધવામાં આવી છે. 

ફિલ્મ અભિનેત્રી કંગના રાનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સોમવારે અથવા મંગળવારે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા હતા.  જેની સામે કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં ઘા નાખ્યો હતો અને એફઆઈઆરને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

કંગના અને તેની બહેનને અગાઉ 26 અને 27 ઓક્ટોબર અને 9 અને 10 નવેમ્બરના રોજ પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ અપાયું હતું. તેણે પોતાના વકીલ દ્વારા કહ્યું હતું કે તે 15 નવેમ્બર સુધી તેના ભાઇના લગ્ન માટે હિમાચલ પ્રદેશમાં વ્યસ્ત રહેશે.

સ્થાનિક અદાલતે તાજેતરમાં બાંદ્રા પોલીસને કેસ નોંધીને તપાસનો આદેશ આપ્યો છે. સ્થાનિક અદાલતના આદેશ બાદ પોલીસે કંગના અને તેની બહેનને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ બંને બહેનો પોલીસ સમક્ષ હાજર થઈ ન હતી અને એફઆઈઆરને રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…