Not Set/ માત્ર 999 રૂપિયામાં બુક કરો ઈલેકટ્રીક બાઇક, ચલાવો લાયસન્સ વિના

ઇલેક્ટ્રીક વ્હીકલ સ્ટાર્ટઅપ કંપની ગ્રીનવોલ્ટ મોબિલીટી હવે ધીમે ધીમે દેશભરમાં તેની ઇલેક્ટ્રીક બાઇક મેન્ટિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ બાઇકનું નામ ‘નો ચાલાન’ રાખ્યું છે. અમદાવાદમાં લોન્ચ કર્યા બાદ હવે કંપની દેશનાં અન્ય મોટા શહેરોમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની ગ્રીનવોલ્ટ મેન્ટીસને 22 ડિસેમ્બરે મુંબઇ અને 5 જાન્યુઆરી 2020 માં બેંગલુરુમાં લોન્ચ […]

Tech & Auto
Mantis electric bike price માત્ર 999 રૂપિયામાં બુક કરો ઈલેકટ્રીક બાઇક, ચલાવો લાયસન્સ વિના

ઇલેક્ટ્રીક વ્હીકલ સ્ટાર્ટઅપ કંપની ગ્રીનવોલ્ટ મોબિલીટી હવે ધીમે ધીમે દેશભરમાં તેની ઇલેક્ટ્રીક બાઇક મેન્ટિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ બાઇકનું નામ ‘નો ચાલાન’ રાખ્યું છે. અમદાવાદમાં લોન્ચ કર્યા બાદ હવે કંપની દેશનાં અન્ય મોટા શહેરોમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની ગ્રીનવોલ્ટ મેન્ટીસને 22 ડિસેમ્બરે મુંબઇ અને 5 જાન્યુઆરી 2020 માં બેંગલુરુમાં લોન્ચ કરશે. આ સિવાય આ ઇલેક્ટ્રીક બાઇકને જાન્યુઆરીમાં અન્ય બજારમાં પણ લોન્ચ કરવામાં આવશે.

Image result for greenvolt mantis electric bike

જો તમે આ ઇલેક્ટ્રીક બાઇક ખરીદવાની ઇચ્છા રાખો છો, તો પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. 999 રૂપિયામાં આ ઇલેક્ટ્રીક બાઇકને ઓનલાઈન બુક કરાવી શકાય છે. મુંબઇ, બેંગલુરુ અને અન્ય શહેરોમાં આ ઇલેક્ટ્રીક બાઇકનું પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકો માટે કંપની લોન્ચ કરતી વખતે ખાનગી ટેસ્ટ રાઇડનું આયોજન કરશે. વળી કંપની તરફથી મળતી માહિતી મુજબ આ ઇલેક્ટ્રીક બાઇક જાન્યુઆરીમાં જ પૂણે, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઇમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ ઇલેક્ટ્રીક બાઇક સસ્તી તેમજ પ્રદૂષણ મુક્ત પણ છે, જેની ભારતમાં સૌથી વધુ જરૂર છે.

Image result for greenvolt mantis electric bike

પ્રી બુકિંગ કરનાર ગ્રાહકો માટે મેન્ટીસની કિંમત 34,999 રૂપિયા હશે, જ્યારે ડીલરશીપ સક્રિય થયા પછી તે 37,999 રૂપિયામાં મળશે. હાલમાં, કંપની વિવિધ શહેરોમાં ડીલરશીપને એક્ટિવ કરવામાં વ્યસ્ત છે. ગ્રીનવોલ્ટ તેના ડીલર નેટવર્ક દ્વારા ફેબ્રુઆરી માસમાં બધા પસંદ કરેલા મેટ્રો શહેરોમાં સ્ટૂડિયો આઉટલેટ્સ અને સર્વિસ સેન્ટરો ખોલશે.

Image result for greenvolt mantis electric bike

ખાસ વાત એ છે કે મેન્ટીસ ઇલેક્ટ્રીક બાઇક ચલાવવા માટે લાઇસન્સ, પીયુસી અથવા નોંધણી આવશ્યક નથી. તેમાં 250 વોટની મોટર અને કંટ્રોલર છે. ગ્રીનવોલ્ટે મેન્ટીસને ઇન-હાઉસ ડિઝાઇન અને ડેવલોપ કરેલ છે. તેમાં પ્રદાન કરેલી લિથિયમ-આયન બેટરી રિમૂવેબલ છે, એટલે કે તેને નિકાળીને ચાર્જ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.