Gadgets News/ યુઝર્સની પ્રાઈવસીને લઈને Apple વધુ એક વાર ચર્ચામાં, હવે આ મામલે શરૂ થઈ….

Apple તેની પ્રાઈવસી પોલિસીને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે. એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે એપલે iPhone અનલોક કરવાનો ઇનકાર કર્યો હતો. આજે અમે તમને આવી જ ઘટનાઓ વિશે જણાવીશું.

Trending Tech & Auto
YouTube Thumbnail 2024 04 05T125126.310 યુઝર્સની પ્રાઈવસીને લઈને Apple વધુ એક વાર ચર્ચામાં, હવે આ મામલે શરૂ થઈ....

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાજેતરમાં ED દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પોતાનો વ્યક્તિગત iPhone  સ્વિચ ઓફ કરી દીધો હતો. ઉપરાંત, તેમણે EDને પાસવર્ડ કહેવાની ના પાડી દીધી હતી, પરંતુ જ્યારે EDએ આ અંગે Appleની મદદ માગી તો કંપનીએ કોઈ ડેટા આપવાનો ઈન્કાર કરી દીધો. એપલે કહ્યું કે iPhoneના ડેટાને એક્સેસ કરવા માટે Passcode નાખવો જરૂરી છે. આ પછી ફરી એકવાર પ્રાઈવસી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 એપલે આવું પહેલીવાર નથી કર્યું. આ પહેલા પણ આવા ઘણા મામલા સામે આવ્યા છે જ્યારે એપલે iPhone Owner નો ડેટા શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

અમેરિકનોના હત્યારાનો ફોન-

2020 માં, સાઉદી એરફોર્સના અધિકારી મોહમ્મદ સઈદ અલ શમરાનીએ પેન્સાકોલા નેવલ એર સ્ટેશન પર કથિત રીતે ત્રણ અમેરિકનોની હત્યા કરી હતી. જ્યારે અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ આ અંગે એપલનો સંપર્ક કર્યો તો કંપનીએ ઉપકરણને અનલોક કરવાનો ઈન્કાર કરી દીધો. જો કે, iCloud બેકઅપ અને બેંક ખાતાના વ્યવહારોનો કેટલોક ડેટા ચોક્કસપણે આપવામાં આવ્યો હતો.

સૈન બર્નાર્ડિનોની ઘટના-

2015માં સૈન બર્નાર્ડિનોમાં પણ હુમલો થયો હતો અને એફબીઆઈએ તેના આરોપી સૈયદ રિઝવાન ફારૂક અને તશફીન મલિકના આઈફોનના ડેટા માટે એપલનો પણ સંપર્ક કર્યો હતો. એફબીઆઈએ એપલને ઉકેલ શોધવા કહ્યું હતું. કારણ કે આઈફોનમાં 10 વખત ખોટો પાસવર્ડ નાખ્યા બાદ તેનો ડેટા ડિલીટ થઈ જાય છે, પરંતુ એપલે નાગરિકોના અધિકારોને ટાંકીને આવું કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે, ઘણી જગ્યાએ તપાસ એજન્સીઓએ ફરી હેકર્સની મદદ લીધી હતી.

એપલે ડેટા કેમ ન આપ્યો?

એપલે કહ્યું, ‘અમે ક્યારેય પાછલા દરવાજાનો સહારો લેતા નથી અને અમે હંમેશા આને જાળવી રાખ્યું છે. કારણ કે પાછલા દરવાજાની મદદ એવા લોકો પણ લઈ શકે છે જેઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તે જ સમયે, અમે અમારા ગ્રાહકોની ડેટા સુરક્ષાને બીજા બધાથી ઉપર ગણીએ છીએ. અમે માનીએ છીએ કે એન્ક્રિપ્શન દરેક માટે મહત્વપૂર્ણ છે. અમેરિકનોએ એનક્રિપ્શનને નબળું પાડવું અને તપાસનો ઉકેલ લાવવા વચ્ચે પસંદગી કરવાની હતી.

કંપનીની પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે જો તમારે તમારા iPhoneનો ડેટા જોઈતો હોય તો આ માટે ફોનને અનલોક કરવો પડશે. ઉપરાંત, કંપની દ્વારા ઉપકરણનો ડેટા કોઈને આપવામાં આવશે નહીં. જો કોઈ અન્ય વ્યક્તિ ડેટા માટે પૂછે તો તેને પણ નકારી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વિગીના કસ્ટમર કેરને ફોન કરવો પડયો મોંઘો, માણસે ગુમાવ્યા 3 લાખ રૂપિયા

આ પણ વાંચો:સરકારે દેશના તમામ મોબાઈલ યુઝર્સને આપી ચેતવણી

આ પણ વાંચો:RBI બનશે કડક બનશે ગેરકાયદે લોન એપ પર પ્રતિબંધ મુકાશે, સાયબર ફ્રોડને રોકવા માટે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટની રચના કરવામાં આવશે

આ પણ વાંચો:હોસ્પિટલમાં સારવારના ખર્ચને પહોંચી વળવા માટે આ સરકારી બેંક આપશે લોન, આટલા વ્યાજ પર લોન આપવામાં આવશે