Dahod/ ગુજરાતમાં યુપી બિહારવાળી, અહીં થયું બુથ કેપ્ચરીંગ

EVM તોડવાની ઘટના અને બુથ કેપ્ચરીંગ બાદ મતદાન બંધ થયું.

Gujarat Gujarat Assembly Election 2022 Others
evm todfod ગુજરાતમાં યુપી બિહારવાળી, અહીં થયું બુથ કેપ્ચરીંગ

સંવેદનશીલ મુખ્યમંત્રીના ગુજરાતમાં બુથ કેપ્ચરીંગની ઘટના સામે આવી છે. મુખ્યમંત્રીએ જય પોતાની સભા ગજવી હતી અને લવ જેહાદ ઉપર કાયદો બનાવવા ઉપર ભાર મુક્યો હતો અને શ્રોતાઓએ તાલીઓના ગળગડાટથી વધાવ્યા હતા. ત્યાં જ બુથ કેપ્ચરીંગ અને EVM માં તોડફોડની ઘટના સામે આવી છે.

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVM તોડવાની ઘટનાસામે આવી છે. ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે આ ઘટના બની હતી. ઘોડીયા મુખ્ય પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. અહી બુથ કેપ્ચરીંગ કરવાનો પણ પ્રયાસ થયો હતો. 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. જેનો જાણ થતા લોકોએ 2 EVM ની તોડફોડ કરી હતી. પૂરી ઘટનાની જિલ્લા પોલીસ વડા તથા રેન્જ આઇજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી તમામ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી મામલો થાળે પાડ્યો હતો. ઘટના બાદ હાલ આ બુથ પર મતદાન બંધ કરવામાં આવ્યું હતું.