Suicide/ ઓનલાઇન શિક્ષણથી કંટાળેલી વિદ્યાર્થીનીએ પોતાની જાતને જ કરી લીધી ઓફલાઇન

ઓનલાઇન શિક્ષણમાંથી વિદ્યાર્થી શું મેળવશે કે મેળવી રહ્યા છે, તે તો સમય જ બતાવશે પણ અત્યારે તો અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણના કારણે પોતાની જીંદગી ઓફલાઇન કરી રહ્યા હોવાના સમાચાર રોજબરોજ સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat Surat
Suicide.jpg1 ઓનલાઇન શિક્ષણથી કંટાળેલી વિદ્યાર્થીનીએ પોતાની જાતને જ કરી લીધી ઓફલાઇન
  • સુરતના વરાછામાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • ઓનલાઈન અભ્યાસમાં પડતી તકલીફને લઈ આપઘાત
  • વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

શિક્ષણનો હેતુ આમ તો માનવજાતને વધુ સક્ષમ અને સમજદાર બનાવવાનો જ છે. સારા અને નરસાનું જ્ઞાન અને પોતાનાં જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરી માનવજાત આગળ વધે અને પોતાનું ભવિષ્ય વધુ નીખારે તેવા ઉદ્દેશ સાથે શરુ કરવામાં આવેલી શિક્ષણ પ્રથા આજે વિદ્યાર્થીઓનો ભોગ લેતી જોવામાં આવી રહી છે તે એક પ્રકારની વિડંબણા જ કહેવાય.

These online learning tips will help parents prepare for a successful  school year, even if it is virtual.

જીવનની જટીલતા ઉકેલવા માટે શરુ કરવામાં આવેલું શિક્ષણ અને ભારતીય શિક્ષણ પદ્ધતિ પોતે જ પહેલેથી એટલી જટીલ હતી કે વાત ન પુછો અને કોરોના કાળમાં તો શિક્ષણ વધુ જટીલ અને દિશા હીનતા તરફ વળ્યુ હોય તેવુ અનેક કિસ્સામાં પ્રસ્થાપિત થાય છે. સ્કૂલે જઇને બાળસખાઓ સાથે ગમ્મત સાથે ગુલાલ એટલે કે રમતા રમતા શિક્ષણ ફક્ત પુસ્તકની વાત સમી વાત થઇ ગઇ છે.

#Corona Returns / આ તે કોરોના છે કે શેર બજાર…!!! રેકોર્ડબ્રેક 13,400+ મોત સાથે ફરી કોરોનાએ મચાવ્યો હાહાકાર

શિક્ષણ ભારણરુપ થઇ ગયુ છે, તેવુ કોરોના પૂર્વે કહેવામાં આવતું જ અને શિક્ષણને ભાર વિનાનું બનાવવા માટે “ભાર વિનાનું ભરણતર” જેવા કહેવાતા અનેક પ્રયોગો કરવામાં આપણ આવતા, કોરોનાએ તો સમગ્ર ટ્રેન્ડ જ બદલી નાખ્યો અને મોબાઇલ-નેટ-ઓનલાઇન જેવી અનેક વસ્તુઓથી પોતાનાં સંતાનોને દુર રાખવા મથી રહેલા મા-બાપને પોતાને જ પોતાનાં લાડકવાયોએને આ તમામ વસ્તુઓની વ્યવસ્થા કરી દેવી પડી અને સાથે સાથે અનચાહી આ તમામ વસ્તુનાં વપરાશની તરફેણ પણ કરવી પડી.

4 Tips To Finish A Boring Online Course By Being A More Engaged Learner

ઓનલાઇન શિક્ષણમાંથી વિદ્યાર્થી શું મેળવશે કે મેળવી રહ્યા છે, તે તો સમય જ બતાવશે પણ અત્યારે તો અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણના કારણે પોતાની જીંદગી ઓફલાઇન કરી રહ્યા હોવાના સમાચાર રોજબરોજ સામે આવી રહ્યા છે. આવા જ માઠા કહી શકાય તેવા સમાચાર સુરતમાંથી ફરી એક વખત સામે આવી રહ્યા છે અને સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીએ પોતની લાઇફ ઓફલાઇન કરી ઓનલાઇન શિક્ષણને અનલાઇક કરી દીધુ છે.  

rajkot: શહેરમાં ફરી એક ‘મુન્નાભાઈ MBBS’ મળી આવ્યો,ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

સુરતના વરાછામાં વધુ એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો  છે. અને આપઘાતનું કારણ છે, ઓનલાઈન અભ્યાસમાં પડતી તકલીફ. સુરતની
ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની ઓનલાઇન શિક્ષણથી કેટલી હદે ત્રાસી ગઇ હશે કે, તેણીઓ આપઘાતના આસરા સાથે પોતાની જાતને જ ઓફલાઇન કરી દીધી છે. બીલકુલ સાચી વાત વાંચી રહ્યા છો, ઓનલાઈન અભ્યાસમાં પડતી તકલીફને લઈને 11માં માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ફરજનાં ભાગ રુપે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પરંતુ તપાસ શું એ પ્રસ્તાપિત કરી શકાશે કે આ વિદ્યાર્થીની આત્મહત્યા માટે ખરી રીતે કોણ જવાબદાર છે? અને તે જવાબદારો સામે શું અને કેવી રીતે, કેવા પગલા લઇ શકાય જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને ?

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…