બોટાદ/ કષ્ટભંજન દેવ ઉપર કોરોનાનો ઓછાયો, ધર્મશાળા, ભોજનાલય, પૂજાપાઠ પણ કરાયા બંધ

બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન દેવ મંદિરમાં કોરોના કહેરને પગલે મંદિરમાં ધર્મશાળા બંધ કરવામાં આવી છે. સાથે ભોજનાલય, પૂજાપાઠ પણ બંધ  કરાયા છે

Dharma & Bhakti
health 13 કષ્ટભંજન દેવ ઉપર કોરોનાનો ઓછાયો, ધર્મશાળા, ભોજનાલય, પૂજાપાઠ પણ કરાયા બંધ

ગુજરાત રાજ્યમાં કોરોના સંકટ સતત ધેરું બની રહ્યું છે. ત્યારે સામાન્યજનની સાથે ધાર્મિક સ્થાનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. રાજ્યના ઘણા ધાર્મિક સ્થાનો અને યાત્રા ધામો ચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં બોટાદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનનો પણ સમાવેશ થાય છે.

બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન દેવ મંદિરમાં કોરોના કહેરને પગલે મંદિરમાં ધર્મશાળા બંધ કરવામાં આવી છે. સાથે ભોજનાલય, પૂજાપાઠ પણ બંધ  કરાયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઇ મંદિર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 7 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી મંદિર  બંધ રહેશે.

અમદાવાદ શહેરમાં આવેલું કાલુપુર સ્વામીનારાયણ મંદિર પણ અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત યુનિવર્સિટી  દ્વારા લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

शनिवार-मंगलवार को इस मंदिर में दिखते हैं ऐसे दृश्य, जानकर कांप जाएगी आपकी  भी रूह - kashtbhangan hanuman sarangpur

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંકુલ સંખ્યા ૩ લાખને પાર કરી ચુકી છે. અને રાજ્યમાં દૈનિક નોધાતા કેસની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યું પણ નાખી દેવામાં આવ્યો છે.

સામાજિક અને રાજકીય મેળાવડાઓ આગામી તા. ૩૦મી એપ્રિલ -૨૦૨૧ સુધી સ્થગિત : લગ્ન સમારોહમાં હવે ૧૦૦ વ્યક્તિઓની પરવાનગી.

સરકારી કચેરીઓમાં પણ કોરોનાનું સંક્મણ અટકે અને અધિકારી કર્મચારીઓ પણ સંક્રમિત ન થાય તે માટે સમગ્ર એપ્રિલ માસના ચારેય શનિ-રવિ દરમિયાન રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના સચિવોને તમામ જિલ્લાઓમાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ છે.