Not Set/ બોટાદ/ શાળા તો છે, પરંતુ શિક્ષકો ક્યાં…? અપૂરતા શિક્ષકોના મુદ્દે શાળાને તાળાબંધી 

એકબાજુ સરકાર બાળકોના અભ્યાસની જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કરે છે, જ્યારે બીજી બાજુ શાળામાં પૂરતા શિક્ષકોના અભાવે લોકો વિરોધ કરી રહ્યા છે, આજે બોટાદ જિલ્લાના ઈંગોરાળા ગામે ગામલોકો દ્વારા અપૂરતા શિક્ષકો ના મુદ્દે શાળા ને તાળાબંધી  કરી બોટાદ જિલ્લાના ઈંગોરાળા ગામે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાના શિક્ષકો ની ઘટ છે, આ બાબતે ગ્રામલોકો અને સરપંચ […]

Gujarat Others
બોટાદ બોટાદ/ શાળા તો છે, પરંતુ શિક્ષકો ક્યાં...? અપૂરતા શિક્ષકોના મુદ્દે શાળાને તાળાબંધી 
એકબાજુ સરકાર બાળકોના અભ્યાસની જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કરે છે, જ્યારે બીજી બાજુ શાળામાં પૂરતા શિક્ષકોના અભાવે લોકો વિરોધ કરી રહ્યા છે, આજે બોટાદ જિલ્લાના ઈંગોરાળા ગામે ગામલોકો દ્વારા અપૂરતા શિક્ષકો ના મુદ્દે શાળા ને તાળાબંધી  કરી
બોટાદ જિલ્લાના ઈંગોરાળા ગામે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાના શિક્ષકો ની ઘટ છે, આ બાબતે ગ્રામલોકો અને સરપંચ દ્વારા તંત્ર ને લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરી આમ છતાં આ અંગે કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ શાળામાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેની સામે માત્ર 2 જ શિક્ષકો છે, જો કે અનેક રજૂઆતો ના અંતે પણ તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે 175 બાળકોનું ભાવિ અંધકારમય દેખાય બાળકોના વાલી ઓ દ્વારા આજે શાળાને તાળાબંધી કરવામાં આવી અને જ્યાં સુધી શાળામાં પૂરતા શિક્ષકો ની ભરતી કરવામાં નહિ આવે ત્યાં સુધી બાળકોને શાળામાં નહિ મોકલે તેવી ચીમકી વાલીઓએ ઉચ્ચરી છે.
https://www.youtube.com/watch?v=_IxvFalfJJo