Not Set/ લખનઉની ખાનગી હોસ્પિટલોમાં દરોડા પાડતા મળી આવી બિયરની બોટલો

દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ચાલતી ખાનગી હોસ્પિટલો મોટા પાયે મનસ્વી અને ધોરણોને અવગણીને વ્યક્તિઓનાં જીવ સાથે રમી રહી છે.

Top Stories India

દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ચાલતી ખાનગી હોસ્પિટલો મોટા પાયે મનસ્વી અને ધોરણોને અવગણીને વ્યક્તિઓનાં જીવ સાથે રમી રહી છે. જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહેરમાં ઉત્તર પ્રદેશની સ્થિતિ ઘણી દયજનક હતી.

મહામારીમાં મોટી રાહત / દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

લખનઉ જિલ્લા વહીવટીતંત્રએ એક સાથે 45 ખાનગી હોસ્પિટલો પર દરોડા પાડ્યા હતા. ત્યારે સારવારનાં નામે લોકોનાં જીવ સાથે રમતી હોસ્પિટલોની સચ્ચાઇ સામે આવી છે. વળી ઘણી હોસ્પિટલોમાં તપાસ ટીમને ડોકટરો મળ્યા ન હોતા, તો કેટલાક હોસ્પિટલોનાં ઓપરેશન થિયેટરમાં દવાને બદલે બિયરની બોટલો મળી આવી હતી. મોટાભાગની હોસ્પિટલો નોંધણી વિના જ ચાલી રહી હતી. મોટા પાયે મળેલ નિયમોની અવગણના અને બેદરકારી બદલ 29 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. વળી સોમવારે, આરોગ્ય વિભાગ અને લખનઉ જિલ્લા વહીવટીતંત્રની 6 ટીમોએ દરોડા પાડ્યા, મોટાભાગની હોસ્પિટલોને લાઇસન્સ પણ મળ્યું ન હોતુ, કેટલાક લાઇસન્સ ખતમ થઈ ગયા હતા અને કોઈ પણ હોસ્પિટલમાં કોઈ ડોકટરો હાજર નહોતા. વળી એક હોસ્પિટલમાં, બી.એસ.સી પાસ દર્દીઓની સારવાર કરતો હતો. તમામ હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે.

અપીલ / અમેરિકા સહિત 15 દેશોએ તાલિબાનને શાંતિ માટે અપીલ કરી છે,બકરી ઇદ પહેલા હથિયાર છોડી દો

આ સાથે સોમવારે આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ તુલસી અને ટ્રોમા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં ચાર આઇસીયુ બેડ હતા, પરંતુ ત્યાં કોઈ ડોકટરો નહોતા. અહીં ઓટીનાં ફ્રિઝમાં બિયરની બોટલો રાખેલી મળી હતી. લાઇસન્સની માન્યતા પણ ખતમ થઈ ગઈ હતી. તેવી જ રીતે, મેડીપ્લસ અને ટ્રોમા સેન્ટરનાં લાઇસન્સની માન્યતા પણ ખતમ થઈ ગઈ છે. દરોડાને લીધે, મોર્ડન હોસ્પિટલ મેટરનિટી અને ટ્રોમા સેન્ટર ખાતે ત્રણ આઈસીયુ બેડ મળી આવ્યા હતા, પરંતુ એક્સ-રે અને ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી.