અફઘાનિસ્તાનથી આવી રહેલા મોટા સમાચાર મુજબ અહીંની ગુજરગાહ મસ્જિદમાં બ્લાસ્ટ થયો છે. હકીકતમાં, ટોલો ન્યૂઝ અનુસાર, આ વિસ્ફોટમાં મસ્જિદના ઇમામ મુજીબ ઇમામ રહેમાન અન્સારીનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર, હેરાતના ગવર્નરના પ્રવક્તાએ ત્યાંના મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટ આત્મઘાતી હુમલાને કારણે થયો હતો. એવા પણ અહેવાલ છે કે મસ્જિદની અંદર શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો.હાલ સુધી, આ ઘટનામાં જાનહાનિનો ચોક્કસ આંકડો સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. તે જ સમયે, હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. સમાચારની વિગતોની રાહ જોવાઈ રહી છે.
A blast occurred in Guzargah mosque in Herat province and Mawlawi Mujeeb Rahman Ansari, the imam of the mosque, was killed. There have been no official statements yet, reports TOLO News quoting local sources
— ANI (@ANI) September 2, 2022
આ પણ વાંચો:પાકિસ્તાનમાં 8 વર્ષની હિંદુ બાળકી પર બળાત્કાર, બંને આંખોમાં છરો મારવામાં આવ્યો
આ પણ વાંચો:આજે વિશ્વ નાળિયેર દિવસ,જાણો તેના વિશે તમામ માહિતી…
આ પણ વાંચો:બોયકોટ ટ્રેન્ડ પર ભડક્યો કરણ જોહર, કહ્યું- ‘ટ્રોલ્સની નેગેટિવ વાતો પર ધ્યાન આપશો તો…’
