આજે ફ્લિપકાર્ટ સેલ (Flipkart Big Saving Days)બીજો દિવસ છે. સેલમાં પ્રાપ્ત ઓફર્સનો લાભ 24 જાન્યુઆરી 2021 સુધી મેળવી શકાય છે. સેલમાં મોબાઈલ ફોન સહિતની અનેક કેટેગરીના પર છૂટ આપવામાં આવી રહી છે. સેલમાં ઉપલબ્ધ રેડમી 9 આઇ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાંથી આ ફોન ખૂબ ઓછા ભાવે ખરીદી શકાય છે. ચાલો જાણીએ કે આ ફોન કેટલી કિંમતમાં કેટલો હોઈ શકે છે..

રેડ્મી 9 આઇ ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ચાલતા સેલમાં ‘મોસ્ટ એફોર્ડેબલ 4 જીબી રેમ’ ફોન કેટેગરીમાં રાખવામાં આવી છે. આ ફોનની શરુઆતી કિંમત માત્ર 7,999 રૂપિયા થઈ છે.

રેડમીન9 આઇ ફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 7,999 રૂપિયા હતી અને 4 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 9,299 રૂપિયા હતી.
રેડમી 9 આઇ સ્માર્ટફોનમાં 6.53 ઇંચની એચડી + ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720×1,600 પિક્સેલ્સ છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હેલિઓ જી 25 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાહકો ફોન્સને ત્રણ કલર વિકલ્પોમાં ખરીદી શકે છે – મિડનાઇટ બ્લેક, સી બ્લુ અને નેચર ગ્રીન.
![]()
ફોનમાં સિંગલ રીયર અને સિંગલ ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનમાં એફ / 2.2 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો રીયર કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે એફ / 2.2 અપર્ચર સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાવર માટે ફોનમાં 5,000 એમએએચની બેટરી છે, જે 10 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
