Not Set/ લડકા ઔર લડકી અચ્છે દોસ્ત ભી હોતે હૈ..!

પતિ-પત્નીના સંબંધની જેમ જ એક મિત્રનો સંબંધ પણ ખૂબ જરૃરી છે અને તેની ગરિમા સચવાય તે રીતે તે નિભાવવાની જરૃર પણ એટલી જ છે. માટે હવે જ્યારે પણ યુવક યુવતીને સાથે જુઓ તો જીએફ કે બીએફ માની લેતાં પહેલાં તે સારા મિત્રો હશે તેવું માનવું વધુ સારું રહેશે, કારણ કે ‘લડકા ઔર લડકી સીર્ફ અચ્છે દોસ્ત ભી હોતે હૈ.’

Trending Lifestyle
1 7 લડકા ઔર લડકી અચ્છે દોસ્ત ભી હોતે હૈ..!

મિત્રતા એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. એટલંુ જ નહીં, સાચી મિત્રતા લોહીની સગાઈથી પણ પર હોય છે. માટે જ કહેવાય છે કે દોસ્તી તો એલઆઈસી જેવી છે જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી, પરંતુ મિત્રતા માત્ર બે યુવક કે બે યુવતી વચ્ચે જ હોય તે જરૃરી નથી. ઘણીવાર યુવક અને યુવતીની દોસ્તી લોકો માટે મિસાલ બની જાય છે.

શ્રદ્ધા મારી લંગોટિયા ફ્રેન્ડ છે, એટલે કે અમને ચડ્ડી પહેરતાં પણ નહોતી આવડતી ત્યારથી અમે બંને મિત્રો છીએ. તેમ કહેતાં અખિલ આનંદ મંતવ્યને  કહે છે, “પ્લે ગ્રૂપથી લઈને કૉલેજ સુધી અમે બંને સાથે જ અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં, પણ નાના મોટા તહેવારો, સારા-નરસા દિવસો, દુઃખ-આનંદ, દરેકે દરેક ક્ષણ અમે વહેંચીને જીવ્યા છે. જીવનની દરેક પલને માણી છે. શાળાથી લઈને કૉલેજમાં અમારું ઘણું મોટું ગ્રૂપ હતું, પરંતુ મને અને શ્રદ્ધાને જેટલું એકબીજા સાથે કમ્ફર્ટ લાગતું એટલું બીજા સાથે ક્યારેય લાગ્યું નથી.”

વધુમાં તે કહે છે, “અમારા પરિવાર પણ એકબીજાની ઘણા નજીક હતા. માટે જ એક દિવસે ઘરના વડીલોએ અમારા લગ્નની વાત કરી, (હું અને શ્ર, શ્રદ્ધાને હું પ્રેમથી શ્ર કહેતો અને તે મને અખુ કહેતી) અમે બંન્ને તો અવાક જ બની ગયાં અને પછી ખૂબ જ હસ્યાં, પરિવારના લોકોને અમારા હાસ્ય પાછળનું કારણ ના સમજાયું. ત્યારે શ્રએ ઘરનાને જણાવ્યું કે, અમે તો બેસ્ટી છીએ. અને જીવનભર બેસ્ટી જ રહી છું. અમે ક્યારેય એકબીજા સાથે લગ્ન ના કરી શકીએ, કારણ કે અખુ તો એન્જલને પ્રેમ કરે છે. જલ્દીથી તે તમારી પરમિશન સાથે લગ્નગ્રંથિએ પણ બંધાશે.”

જ્યારે કાવ્યા અને પ્રતિક બન્ને 10 ધોરણમાં સાથે અભિયાસ કરતા હતા. આમ તો કાવ્યા બધાથી અલગ યુવતિ હતી. કોઇની સાથે વાત કરવી, મિત્રો બનાવવા આ બધુ તેના સ્વભાવમાં ન હતુ. પરંતુ પ્રતિક સાથે ક્યારે તેને મિત્રતા થઇ તેની તેને જાણ જ ના થઇ. સામે પ્રતિક પણ ઘણો સોમ્ય હતો. બન્નેની મિત્રતા ઘર સુધીની થઇ ગઇ. હવે તો કોલેજમાં સાથે જવુ આવવું. કેમ્પમાં જવું, ફિલ્મો જોવી બધુ સાથે જ થતુ. કાવ્યા કહે છે, મારા મિત્રને જ મારો જીવનસાથી સમજી લેવાની ભુલ મારા પરિવારે પણ કરી. મારા દીદી અને જીજુએ તો સીધુ પુછીંજ લીધુ કે બોલ હવે ક્યારે ગોળધાણા ખાવા છે તારા અને પ્રતિકના. પહેલા તો હું હસી પડી. અને પછી થોડી ગંભીર પણ થઇ ગઇ. કારણ કે મને સમજાતુ જ નહોંતુ કે કોઇ યુવક સાથે તમારે સારી મૈત્રી હોય એટલે તે લગ્નમાં જ પરીણમે. અંતે મે પ્રતિકને વાત કરી અને પ્રતિક તેના પરિવાર સાથે મારા ઘરે ડિનર પર આવ્યો. તેના પરિવારના પણ ખુશ હતા કે આજે તો અમે બન્ને એકબીજાને યશ કહીજ દઇશું. પરંતુ અમે બધાને સાથે બેસાડીને ચોખવટ કરી કે અમે મિત્રો છીએ. ખાસ ફ્રેન્ડ અમારા સાથે રહેવા લગ્નની જરૃર નથી. અને પ્રતિકે હિંમત કરીને કહી પણ દીધુ કે મને મારા જ કોલેજનો અભિમન્યુ ખુબ ગમે છે. અને તેને પણ હું ગમું છું. બસ ગ્રેજ્યુએશન પુરુ કર્યા પછી અમે ફેમીલીને વાત કરવાના હતા. અને કારકિર્દી બન્યા પછી બધાની ઇચ્છાથી લગ્ન કરવાનું વિચારીએ છીએ.

આ બધુ સાંભળીને કાવ્યા અને  પ્રતિકની ફેમીલી કશુ જ બોલીના શકી. અંતે કાવ્યા અને અભિમન્યુના લગ્ન થયા અને આ બાજુ પ્રતિકે પણ લગ્ન કરી લીધા. કાવ્યા બે દિકરીની માતા છે અને પ્રતિકને એક દિકરી છે. બન્નેના લગ્નને 11 વર્ષ થઇ ગયા. પરંતુ આજે પણ પ્રતિક માટે કાવ્યા કાવુ છે અને કાવ્યા માટે પ્રતિક પ્રતુ છે. તેમની મિત્રતા જરા પણ ઓછી નથી થઇ ઉપરથી લગ્ન પછી વધુને વધુ ગાઢ બનતી ગઇ. સાથે જ તેમના પતિ-પત્નીએ પણ બન્નેની દોસ્તીને સહજતાથી સ્વીકારી લીધી.

કેમ તમને પણ આ લોકોની કેમેસ્ટ્રી ના સમજાઈને..? સમજાય પણ ક્યાંથી કારણ કે આપણા ત્યાં તો ફિલ્મી ડાયલોગો પ્રમાણે એક લડકી ઔર એક લડકા કભી અચ્છે દોસ્ત નહીં હોતે ને જ સાચું માનવામાં આવે છે, પણ હકીકતમાં એવું નથી. એક યુવક અને યુવતી એટલા સારા દોસ્ત બની શકે છે કે લગ્નથી પણ પર તેમના સંબંધ હોય છે. જેમાં લાગણી, પ્રેમ, વિશ્વાસ અને હંમેશાં સાથ નિભાવવાની સાચી ભાવના હોય છે. કદાચ સમજવામાં વાર લાગશે, પરંતુ હવે યુવાનોમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે. સારી મિત્રતા છે એટલે લગ્ન કરી લેવા તેવી સમજથી યુવાનો હવે ઉપર આવી રહ્યા છે. યુવક, યુવતી સમજતાં થયાં છે પતિ-પત્નીના સંબંધની જેમ જ એક મિત્રનો સંબંધ પણ ખૂબ જરૃરી છે અને તેની ગરિમા સચવાય તે રીતે તે નિભાવવાની જરૃર પણ એટલી જ છે. માટે હવે જ્યારે પણ યુવક યુવતીને સાથે જુઓ તો જીએફ કે બીએફ માની લેતાં પહેલાં તે સારા મિત્રો હશે તેવું માનવું વધુ સારું રહેશે, કારણ કે ‘લડકા ઔર લડકી સીર્ફ અચ્છે દોસ્ત ભી હોતે હૈ.’