World/ બ્રાઝિલના રાજકારણમાં લુલાની વાપસી, 2022 માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે માર્ગ મોકળો

બ્રાઝિલના રાજકારણમાં લુલાની વાપસી, 2022 માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે માર્ગ મોકળો

World
ક૨ 23 બ્રાઝિલના રાજકારણમાં લુલાની વાપસી, 2022 માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે માર્ગ મોકળો

બ્રાઝિલમાં રાજકીય સિનારિયો બદલાઈ  રહ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ડાબેરી નેતા લુઇઝ ઇનેસીયો લુલા ડા સિલ્વાનો ભ્રષ્ટાચારના આરોપો પર ચાલી રહેલ સુનાવણીમાં નિર્દોષ જાહેર થયા બાદ રાજકારણનો માર્ગ મોકલો થી ગયો છે. લુલાને હજી પણ દેશના સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવે છે. તેમની જ પાર્ટીના નેતા દિલમાં રુસેફને વિવાદાસ્પદ મહાભિયોગ પ્રસ્તાવ દ્વારા દુર કરી દક્ષિણપંથી નેતા માઈકેલ તેમેર  2016 માં સત્તા માં આવ્યા હતા. બાદમાં 2018 માં, જેર બોલ્સેનારો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. હવે 2022 માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લુલા ફરીથી ઉમેદવાર બનશે.

લુલાને નીચલી અદાલતમાંથી સજા ફટકારવામાં આવી હતી. પરંતુ વેબસાઇટ ઇન્ટરસેપ્ટ પાછળથી એક તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે કે તેમને પુરાવાઓની ઉપેક્ષા કરવા બદલ સજા આપવામાં આવી હતી. હવે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. તે જ સમયે તેના રાજકીય અધિકાર પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નિર્ણયને ઘણા વિશ્લેષકો દ્વારા બ્રાઝિલના રાજકારણમાં વિસ્ફોટક અસર હોવાનું વર્ણવવામાં આવ્યું છે.