Gujarat/ ઈંટ ઉત્પાદકોને હવે મળશે ઓફલાઇન NA પરવાનગી

– મહેસૂલ વિભાગનો ઈંટ ઉત્પાદકો માટે નિર્ણય
– રાજ્યના 2500 જેટલા મોટા ઈંટ ઉત્પાદકોને થશે લાભ

Top Stories Gujarat Others
Untitled 300 1 ઈંટ ઉત્પાદકોને હવે મળશે ઓફલાઇન NA પરવાનગી

રાજ્યના ઈંટ ઉત્પાદકો માટે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત હવેથી ઈંટ ઉત્પાદકોને જમીન એન.એ કરાવવા માટે ઓફલાઈન પરવાનગી મળશે. ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશનએ કરેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે.

ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશનના હોદેદારોએ મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ રજૂઆત કરી હતી. ઇંટ ઉત્પાદકો ને હંગામી ધોરણે જમીન NA કરાવવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. આ માટે રાજ્ય સરકારના 22/12/2015 ના ઠરાવ મુજબ ઓનલાઈન પોર્ટલ મારફત હંગામી ધોરણે જમીન NA કરાવવા ઠરાવ થયો હતો. પરંતુ ઓનલાઈન NA માં સમસ્યાઓ સર્જાઈ રહી હતી. જેમકે ઈંટ ઉત્પાદકને કુલ 1000 ચોરસ મિટરમાંથી માત્ર 500 ચોરસ મીટર જમીન જ હંગામી ધોરણે NA કરાવવી હોય તોપણ 7/12 ના ઉતારામાં 1000 ચોરસ મીટર જમીન દર્શાવાયેલી હોવાથી ઉત્પાદકને પુરી જમીન પરનું જમીન મહેસૂલ ચૂકવવું પડતું હતું.

વાસ્તવમાં આ પ્રકારના NAની સત્તા પ્રાંત અધિકારીને છે પણ પોર્ટલ પર કલેકટર સુધીના અધિકારીની સત્તા દર્શાવાયેલી હોવાથી પરવાનગી મળવામાં વિલંબ થતો હતો. ઈંટ ઉત્પાદકોની જમીન પરનું પ્રીમિયમ માફ કરી માત્ર બે ગણું જમીન મહેસૂલ જ વસુલવું તેવો પણ ઠરાવ 2015માં થયેલો, પરંતુ પોર્ટલ પર જમીન મહેસૂલ ભરવા અંગેની કોઇ વિગત દર્શાવતી ન હોવાથી છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ઈંટ ઉત્પાદકોની NA ની પરવાનગી અટવાઈ પડી હતી. જે અંગે મહેસૂલમંત્રી ને રજુઆત કરતા તાત્કાલિક ધોરણે મહેસૂલમંત્રીએ NA માટે ઓફલાઇન પરવાનગી આપવા આદેશ કર્યો હતો.

આદેશના પગલે રાજ્યના 2500થી વધુ મોટા ઈંટ ઉત્પાદકો અને 10હજારથી વધુ નાના ઇંટ ઉત્પાદકોને હવે નવી શરતમાં હંગામી ધોરણે NA પરવાનગી માટે માત્ર બે ગણું જમીન મહેસૂલ ભરીને ઝડપથી પરવાનગી મળતી થશે.

વિશ્લેષણ / બે પૂર્વ વડાપ્રધાનોએ કોઈ નિર્ણય રોલબેક કર્યો નથી

ડેલ્ટા વેરિયેન્ટ / કોરોનાના સૌથી ખતરનાક ડેલ્ટા વેરિયેન્ટ સામે કોવેક્સિન 50 ટકા અસરકારક