Not Set/ બ્રિટનને જરૂર પડશે તો તાલિબાન સાથે મળીને કામ કરશે : વડાપ્રધાન બોરિસ જોન્સન

કાબુલ એરપોર્ટ પર સુરક્ષાને પ્રાથમિકતા આપી અને એક જુનિયર મંત્રીને તેમના વિભાગમાં પ્રતિનિધિ તરીકે સોંપ્યો. પરંતુ અત્માર વાત કરવાની સ્થિતિમાં ન હતો, કારણ કે પરિસ્થિતિ સતત બગડતી રહી.

Top Stories
pm બ્રિટનને જરૂર પડશે તો તાલિબાન સાથે મળીને કામ કરશે : વડાપ્રધાન બોરિસ જોન્સન

બ્રિટનના વિદેશમંત્રી ડોમિમિક રાબને બ્રિટિશ સુરક્ષા દળોને મદદ કરનાર અનુવાદકોને આફઘાનિસ્તાનથી નિકાળવા માટે વિદશમંત્રી સાથે વાત નહી કરવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો હતો,13 ઓગસ્ટે વિદેશમંત્રાલયના અધિકારીઓએ રાબને અફઘાનના વિદેશ મંત્રી હનીફ અતમાર સાથે વાત કરવાની સલાહ આપી હતી. તેના બે દિવસ બાદ તાલિબાને બે દિવસ બાદ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો

રાબ પર અધિકારીઓની સલાહ ન માનવા બદલ રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. બ્રિટિશ વિદેશ મંત્રી તે સમયે વિદેશમાં રજા પર હતા. શુક્રવારે ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં તેમણે આ સંદર્ભમાં મીડિયા અહેવાલોને રદિયો આપ્યો હતો. કહ્યું કે તેણે કાબુલ એરપોર્ટ પર સુરક્ષાને પ્રાથમિકતા આપી અને એક જુનિયર મંત્રીને તેમના વિભાગમાં પ્રતિનિધિ તરીકે સોંપ્યો. પરંતુ અત્માર વાત કરવાની સ્થિતિમાં ન હતો, કારણ કે પરિસ્થિતિ સતત બગડતી રહી.

આ સાથે બ્રિટનના પીએમએ પણ રાજકીય પ્રભાવવાળો નિવેદન આપ્યો છે જેની નોંધ સમગ્ર વિશ્વ લઇ શકે છે, તેમના નિવેદનથી તાલિબાનોમાં વૈશ્વિક માન્યતા મળી શકે છેતેની એક આશાની કિરણ પણ જોવા મળી છે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને  શુક્રવારે કહ્યું હતું કે જો જરૂર પડશે તો બ્રિટન તાલિબાન સાથે કામ કરશે. તેમણે પરિસ્થિતિને સંભાળવા માટે વિદેશ મંત્રી ડોમિનિક રાબનો પણ બચાવ કર્યો.