Ukraine Crisis/ રશિયા પર બ્રિટનની મોટી કાર્યવાહી,5 બેંકો અને 3 નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પૂર્વ યુક્રેનના બે શહેરો લુહાન્સ્ક અને ડોનેસ્કને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે. આ પછી દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે

Top Stories World
11 89 રશિયા પર બ્રિટનની મોટી કાર્યવાહી,5 બેંકો અને 3 નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો

યુક્રેન-રશિયા વિવાદ હવે યુદ્વની સ્થિતિ પર પહોંચી ગયો  છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પૂર્વ યુક્રેનના બે શહેરો લુહાન્સ્ક અને ડોનેસ્કને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે. આ પછી દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. જ્યાં બ્રિટને મોટો નિર્ણય લઈને 5 રશિયન બેંકો અને 3 હાઈ નેટવર્થ નાગરિકો પર પ્રતિબંધ લગાવી દીધો છે.બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કહ્યું કે પુતિનની યોજનાના આગામી સંભવિત પગલાઓ માટે આપણે  તૈયાર કરવી જોઈએ. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે જો યુદ્ધ થશે તો બ્રિટનના 44 મિલિયન પુરુષો, મહિલાઓ અને બાળકોનું એકમાત્ર લક્ષ્ય યુદ્ધ લડવાનું રહેશે.

બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વોલેસે રશિયન દળોને ચેતવણી આપી છે કે જો રશિયન સૈનિકો પ્રતિક્રિયા આપશે તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેનમાં સૈનિકો ખસેડવાનું શરૂ કરી દીધું છે. વોલેસે મંગળવારે ઇંગ્લેન્ડના લેસ્ટરશાયરમાં બાલ્ટિક અને ઉત્તર એટલાન્ટિક રાજ્યોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ચેતવણી આપી હતી કે જો યુદ્ધ ફાટી નીકળશે તો રશિયન દળોને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.