Cricket/ IPL માં ભાઈ ભાઈ ન રહ્યા, ભાઈ એ ભાઈની કરી એવી હાલત સોશિયલ મીડિયામાં મીમ્સનો થયો વરસાદ

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં સીએસકેનાં ઓલરાઉન્ડર સેમ કુરેને બેટિંગથી ચેન્નાઈનાં ફેન્સનું દિલ જીતી લીધ્યુ હતુ.

Sports
mmata 4 IPL માં ભાઈ ભાઈ ન રહ્યા, ભાઈ એ ભાઈની કરી એવી હાલત સોશિયલ મીડિયામાં મીમ્સનો થયો વરસાદ

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં સીએસકેનાં ઓલરાઉન્ડર સેમ કુરેને બેટિંગથી ચેન્નાઈનાં ફેન્સનું દિલ જીતી લીધ્યુ હતુ. સેમ કુરેને 15 બોલમાં 4 ચોક્કા અને 2 છક્કાની મદદથી 34 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આઠમાં ક્રમે બેટિંગ કરવા આવેલા સેમ કુરેને સૌથી વધુ રન તેના ભાઈ ટોમ કુરેન વિરુદ્ધ બનાવ્યા હતા. ટોમ કુરેનની બોલિંગ દરમિયાન સેમ કુરેને તોફાની બેટિંગ કરતા તાબડતોડ બેટિંગ કરી હતી.

IPL 2021 / ગુરુ પર ભારે પડ્યો ચેલો : ટોસ અને મેચ બંનેમાં ધોનીને આપી પંતે માત, દિલ્હીએ 7 વિકેટે મેચ જીતી

આઈપીએલ સીઝન 14 ની બીજી જ મેચમાં બેટ્સમેનોએ બતાવી દીધુ છે કે, આ સીઝન કેટલી રસપ્રદ થવાની છે. જણાવી દઇએ કે 19 મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા દિલ્હી કેપિટલ્સનાં બોલર ટોમ કુરેનની ઓવરમાં જાડેજા અને સેમ કુરેને 22 રન બનાવ્યા હતા. વળી, નોંધનીય બાબત એ હતી કે 22 માંથી 17 રન સેમ કુરેને બનાવ્યા હતા, જેમાં 1 ચોક્કો અને 2 શાનદાર છક્કો પણ શામેલ છે. ટોમ કુરેન તેના નાના ભાઈની સામે એકદમ લાચાર દેખાઇ રહ્યો હતો.

IPL / શિખર ધવનની તોફાની બેટિંગ, આ ખાસ રેકોર્ડ નામે કરનાર પ્રથમ બેટ્સમેેન

સેમ કુરેને જે રીતે તેના ભાઈ વિરુદ્ધ પોતાના બેટથી હલ્લાબોલ કરતા હવે સોશિયલ મીડિયામાં તેને લઇને મીમ્સનો વરસાદ થતો જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સે બંને ભાઇઓને લગતા ઘણા મીમ્સ શેર કર્યા છે. બીજી બાજુ, જો તમે મેચની વાત કરો તો દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન રિષભ પંતે આઈપીએલ 2021 ની બીજી મેચમાં ટોસ જીતીને સીએસકેને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ