કર્ણાટક/ મેંગલુરુમાં મુસ્લિમ યુવકની ઘાતકી હત્યા,ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,કલમ 144 લાગુ

કર્ણાટકના મેંગલુરુ જિલ્લામાં એક મુસ્લિમ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે ,જેના લીદે હાલ કર્ણાટકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે,

Top Stories India
5 39 મેંગલુરુમાં મુસ્લિમ યુવકની ઘાતકી હત્યા,ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,કલમ 144 લાગુ

કર્ણાટકના મેંગલુરુ જિલ્લામાં એક મુસ્લિમ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે ,જેના લીદે હાલ કર્ણાટકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે, પોલીસે મુસ્લિમ સમુદાયને શાંતિ રાખવાની અપીલ કરી છે.બે દિવસ પહેલા, દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં ભાજપના એક નેતાનું પણ તીક્ષ્ણ હથિયારોથી જાહેરમાં ગળું કાપી નાખવામાં આવ્યું હતું.મેંગલુરુ જિલ્લાના સુરતકલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસને શહેરના મુસ્લિમોને તેમના ઘરે જ શુક્રવારની નમાજ અદા કરવા જણાવ્યું છે.સુરતકલ મેંગલુરુ જિલ્લાની બહાર આવેલું છે. અહીં ગુરુવારે સાંજે ચાર-પાંચ અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરો દ્વારા 23 વર્ષીય મુસ્લિમ યુવકની હત્યા કરવામાં આવી હતી. આવી જ ઘટના બે દિવસ પહેલા દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં બીજેપી નેતા પ્રવીણ નેતારુ સાથે બની હતી. તેની દુકાનની સામે બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી જ્યારે નેતારુ તેની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો.કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ગુરુવારે 23 વર્ષના મુસ્લિમ યુવકની હત્યા કરવામાં આવી હતી.  જેનાથી આ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો.  મૃતકની ઓળખ ફાઝીલ તરીકે કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેંગલુરુના સૂરથકલ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ તેની ચાકુ મારીને હત્યા કરી હતી.

 

મેંગલુરુના પોલીસ કમિશનર એન શશિ કુમારના જણાવ્યા અનુસાર, 28 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે સુરતકલના કૃષ્ણપુરા કટિપલ્લા રોડ પર 23 વર્ષીય યુવક પર ચાર-પાંચ યુવકોએ ઘાતકી હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. સુરતકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સુરથકલ, મુલ્કી, બાજપે, પનામ્બુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટના પછીની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતકલરમાં મોટા મેળાવડા પર પ્રતિબંધ લગાવવા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.

મેંગલુરુ પોલીસે પણ મુસ્લિમ નેતાઓને તેમના ઘરે નમાજ અદા કરવા વિનંતી કરી હતી. કમિશ્નરની હદમાં આવેલી તમામ દારૂની દુકાનો 29 જુલાઈએ બંધ રહેશે. પોલીસે તમામ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. ઘટના પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતોની ઓળખ કરવામાં આવી રહી છે.