Not Set/ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા

મેટ્રોસિટી અમદાવાદમાં ફરી એક ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો છે. અમદાવાદના બહેરામપુરામાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસબેડામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બહેરામપુરાના કેલિકો કમ્પાઉન્ડમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. દાણીલીમડા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુવકના શરીરના ભાગે તીક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી […]

Ahmedabad Gujarat
નલિયા 57 અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા

મેટ્રોસિટી અમદાવાદમાં ફરી એક ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો છે. અમદાવાદના બહેરામપુરામાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસબેડામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

બહેરામપુરાના કેલિકો કમ્પાઉન્ડમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. દાણીલીમડા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુવકના શરીરના ભાગે તીક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી હોય તેવા નિશાન પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા છે.

યુવક કોણ છે? અને ક્યાંનો રહેવાસી છે ? અને હત્યા કેમ કરાઈ હશે તેવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે દાણીલીમડા પોલીસના સિનિયર પીઆઇ સહિતના કાફલા આસપાસના લોકોની સાથે પુછપરછ શરુ કરી દીધી છે. એટલુંજ નહિ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને પકડવાની કવાયત પણ હાથ ધરી છે.