BSF Patrolling/ BSFએ પાક. ઘૂષણખોરને ઠાર કર્યો, રાજસ્થાન સરહદથી ભારત આવવાનો પ્રયાસ

ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ સાથેની 3,323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા માટે BSF સૈનિકો સરહદ પર તૈનાત છે. ભારતની સરહદો અને સંબંધિત બાબતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ….

Top Stories India
Beginners guide to 2024 03 08T173641.973 BSFએ પાક. ઘૂષણખોરને ઠાર કર્યો, રાજસ્થાન સરહદથી ભારત આવવાનો પ્રયાસ

Rajasthan News: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ સવારે 12.30 વાગે સરહદની વાડની આગળ સુંદરપુરા વિસ્તારમાં એક ઘૂસણખોરને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોયો હતો. સેનાએ તરત જ તેને પડકાર ફેંક્યો, પરંતુ તે વાડ તરફ ચાલતો જ રહ્યો. આ પછી BSF જવાનોએ ઘૂસણખોર પર ગોળીબાર કર્યો.

હાલમાં એ જાણી શકાયું નથી કે માર્યો ગયેલો વ્યક્તિ આતંકવાદી છે કે અન્ય કોઈ વ્યક્તિ. BSFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદાકીય પ્રોટોકોલ મુજબ મૃતદેહ પોલીસને સોંપવામાં આવી રહ્યો છે.

ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ સાથેની 3,323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા માટે BSF સૈનિકો સરહદ પર તૈનાત છે. ભારતની સરહદો અને સંબંધિત બાબતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી BSFની સ્થાપના કરવામાં આવી હતી.

તેના સાત મહિના પહેલા પંજાબના તરનતારન જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ સવારે થેકલાન ગામ પાસે એક વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિ જોઈ હતી. દરમિયાવન સૈનિકોએ ઘૂસણખોરને પડકાર્યો હતો, પરંતુ તે અટક્યો નહીં અને આગળ વધતો રહ્યો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…

આ પણ વાંચોઃ