કચ્છ/ BSFને જખૌ દરિયાઈ સીમામાં સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના વધુ 5 પેકેટ મળ્યાં

બીએસએફએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બીએસએફએ જખૌ કિનારેથી ચરસના વધુ પાંચ પેકેટો જપ્ત કર્યા છે

Top Stories Gujarat Breaking News
2 1 1 BSFને જખૌ દરિયાઈ સીમામાં સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના વધુ 5 પેકેટ મળ્યાં
  • બોર્ડર સિક્યુરિટી ફોર્સનું જખૌ દરિયાઈ સીમામાં સર્ચ ઓપરેશન
  • BSF એ જખૌ કિનારેથી ચરસના વધુ 05 પેકેટો જપ્ત કર્યા
  • એપ્રિલ 2023 દરમ્યાન દરિયાઈ સીમામાંથી 102 પેકેટો જપ્ત કરાયા
  • દરિયા કિનારે શંકાસ્પદ બેટ્સની BSF દ્વારા શોધ શરૂ કરાઈ

ગુજરાત હવે ડ્રગ્સ અને ચરસનો હબ બનતો જાય છે, ગુજરાતના દરિયાઇ માર્ગથી ચરસ અને ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયત્ન સતત થઇ રહ્યો છે, સરકાર આ મામલે ભારે એલર્ટ થઇ ગઇ છે. એજન્શીને એકશનના નિર્દેશ આપી દીધા છે. બીએસએફએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બીએસએફએ જખૌ કિનારેથી ચરસના વધુ પાંચ પેકેટો જપ્ત કર્યા છે. આ અગાઉ એપ્રિલ માસમાં દરિયાઇ સીમામાંથી 102 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા .આ દરિયાઇ કિનારે શંકાસ્પદ બોટની હાલ બીએસએફ ધ્વારા શોધ શરૂ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ BSFએ એક વિશેષ સર્ચ ઑપરેશનમાં  13 ઑગસ્ટ 2023ના રોજ ભુજના જખૌ કિનારેથી લગભગ 02 કિમી દૂર વેરાન ખિદરત બેટમાંથી આશરે 01 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો મળી આવ્યા હતા. પેકેટો પીળા રંગની પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવ્યા હતા અને દરેક પર ‘ઉડતા ગરુડ’નું ચિત્ર હતું.