Not Set/ IPL-12માટે BSNL પ્રીપ્લેડ પ્લાનમાં આપે છે આ ખાસ સુવિધા

IPL -12માટે BSNL   દ્વારા ખાસ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા  જ સરકારી ટેલિકોમ કંપની  ભારત સંચાર નિગમ લિમિટેડે બે પ્રી પ્રેડ પ્લાન  લોન્ચ કર્યા છે.  જેની કિંમત 199 રૂપિયા અને 499 રૂપિયા છે.  આ બંને પ્લાનમાં ડેટા લાભ, અનલિમિટેડ વોઇસ કોલિંગ તથા ફ્રી ક્રિકેટ એસએમએસ એલર્ટની સુવિધા આપવામાં આવી છે. 199 […]

Uncategorized
bsnl ipl2018 stv 248 IPL-12માટે BSNL પ્રીપ્લેડ પ્લાનમાં આપે છે આ ખાસ સુવિધા

IPL -12માટે BSNL   દ્વારા ખાસ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા  જ સરકારી ટેલિકોમ કંપની  ભારત સંચાર નિગમ લિમિટેડે બે પ્રી પ્રેડ પ્લાન  લોન્ચ કર્યા છે.  જેની કિંમત 199 રૂપિયા અને 499 રૂપિયા છે.  આ બંને પ્લાનમાં ડેટા લાભ, અનલિમિટેડ વોઇસ કોલિંગ તથા ફ્રી ક્રિકેટ એસએમએસ એલર્ટની સુવિધા આપવામાં આવી છે.

199 રૂપિયાના પ્લાનની યોગ્યતા  28 દિવસની છે અને  499 રૂપિયાનો પ્લાન  90 દિવસ સુધી ચાલશે.  બંને  પ્લાનમાં ગ્રાહકોને રોજનો 1જીબી ડેટા મળશે. જેથી યૂઝર્સ લાઇ ક્રિકેટ જોઈ શકે.   અને 1 જીબી ડેટા ખૂટે તો SMS દ્વારા પણ  ક્રિકેટનું લાઇવ અપડેટ મળી શકે છે.   જોકે  એઅંગે કોઈ જાણકારી નથી કે  બીએસએનએલના આ પ્લાન પર  2.2 જીબી એકસ્ટ્રા લાભ મળશે કે નહીં.  આ બંને પ્લાન દેશના બધા જ 20 સર્કિલમાં ઉપલબ્ધ છે.

199 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે જોકે કોઈ અન્ય સર્કિલમાં આ સેવા ફ્રી નથી.  પ્લાનની અવધિ 28 દિવસની છે.  જેમાં ક્રિકેટ પર્સનલ રિંગટોન અને ક્રિકેટ SMS એલર્ટ પણ મળશે.

499 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે.  જે 199 પ્લાનમાં પણ છે.  જોકે આ પ્લાનમાં વિશેષતા એ છેકે યૂઝર્સને હોમ અને નેશનલ રોમિંગ બંને સર્કિલમાં કોલિંગ સુવિધા મળશે