Gujarat Election/ લીમખેડાના BTPના ઉમેદવાર રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ચૂંટણીનો મોસમ પુર બહાર ખીલી ઉઠ્યું છે. હાલ પક્ષ પલટાની સીઝન પણ સાથે ચાલી રહી છે

Top Stories Gujarat
2 5 2 લીમખેડાના BTPના ઉમેદવાર રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા
  • લીમખેડા વિધાનસભામાં સર્જાયો અપસેટ
  • બી.ટી.પીના ઉમેદવાર જોડાયા ભાજપમાં
  • BTPના ઉમેદવાર રાજેશ હઠીલા BJPમાં જોડાયા
  • ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેચી BJPમાં જોડાયા
  • સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ પહેરાવ્યો
  • બી.ટી.પી.ના 500 થી વધુ કાર્યકર્તા પણ જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ચૂંટણીનો મોસમ પુર બહાર ખીલી ઉઠ્યું છે. હાલ પક્ષ પલટાની સીઝન પણ સાથે ચાલી રહી છે. નારાજ નેતા અને કાર્યકરો પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં સામેલ થઇ જાય છે. ગુજરાતના લીમખેડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીટીપીના ઉમેદવાર રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા હતા. ગઇકાલે ફોર્મ પરત ખેચી લીધો હતો અને ભાજપમાં જોડાવાની કરી હતી જાહેરાત. આજે સાંસજ જશવંતસિંહ ભાભેરે ખેસ ધારણ કરાવ્યો હતો. બીટીપીના 500થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે.

હાલ ગુજરાતમાં ભાજપ પોસાની સત્તા ટકાવી રાખવા માટે તમામ તાકાત કામે લગાવી દીધી છે. રાજ્યની ચૂંટણી 1 અને 2 ડિસેમ્બરે યોજાવવાની છે.