Not Set/ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું, વેક્સિન સૌથી પ્રમુખ હથિયાર : PM મોદી

આજે વૈશાખ પૂર્ણિમા છે. અર્થાત્ ભગવાન ગૌતમ બુદ્ધનો આજના દિવસે જન્મ થયો હતો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

Top Stories India
PM મોદી

આજે વૈશાખ પૂર્ણિમા છે. અર્થાત્ ભગવાન ગૌતમ બુદ્ધનો આજના દિવસે જન્મ થયો હતો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બુદ્ધ પૂર્ણિમા પર આયોજિત એક કાર્યક્રમ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોરોના સંકટના કહેરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બદલી  નાખ્યું છે. કોરોના જેવી મહામારી 100 વર્ષમાં ક્યારેય આવી નથી. બધા દેશો આજે સાથે મળીને લડી રહ્યા છે. કોરોના સામેની લડતમાં રસી એક મહત્વપૂર્ણ હથિયાર સમાન ઊભરી આવી છે.

કોરોના મહામારી અંગે વડાપ્રધાને જણાવ્યું કે, આ મહામારી અનેક સદીઓમાં સૌથી ભયાનક રહી છે જેણે અનેક લોકોનો જીવ લીધો છે. કોરોના મહામારીની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. આપણા વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ સતત કોરોના વિરૂદ્ધ લડાઈ લડી રહ્યા છે અને વેક્સિનનું કામ પણ ચાલુ છે.

આ પણ વાંચો :જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ

આજના આ પ્રવ પર પીએમ મોદીએ કહ્યું કે, આ સંકટના સમયગાળઆ દરમિયાન ડોક્ટર પોતાના જીવ જોખમમામં મૂકીને લોકોની સેવા કરી રહ્યા છે,આપણા ભારતીય વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પર આપણાને ગર્વ છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે, માનવ સમાજ સામે કોરોના મહામારી સિવાય પણ અનેક પડકારો છે. જેમાં ક્લાઈમેટ ચેન્જ સૌથી મોટી મુશ્કેલી છે. ભારત એવા દેશોમાં સામેલ છે જે પેરિસ એક્ટના નિયમો પૂરા કરવા પ્રયત્ન કરી રહ્યું છે. ભગવાન બુદ્ધે આપણને શાંતિ અને પ્રેમના રસ્તે ચાલવાનો સંદેશો આપ્યો છે.

આ પણ વાંચો :શું કોરોનાની રસી લીધા બાદ થઇ જશે વ્યક્તિનું મોત, નોબલ વિજેતા વૈજ્ઞાનિકના દાવાની શું છે હકીકત, જાણો

આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (આઈબીસી) ના સહયોગથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યોજવામાં આવ્યો છે. તેમાં વિશ્વભરના બૌદ્ધ સંગઠનોના સર્વોચ્ચ વડાઓનો સમાવેશ કરવામાં આવશે. પીએમઓ અનુસાર, વિશ્વના 50 થી વધુ અગ્રણી બૌદ્ધ ધાર્મિક નેતાઓ આ સમારોહને સંબોધન કરશે. વેસાક-બુદ્ધ પૂર્ણિમા ગૌતમ બુદ્ધના જન્મ, બુધ્ધિત્વ પ્રાપ્તિ અને મહા પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પીએમ મોદીના સંબોધન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ બુદ્ધ પૂર્ણિમા પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્વિટ પર ટ્વિટ કરીને જેપી નડ્ડાએ કહ્યું હતું કે ભગવાન બુદ્ધે તેમની સખ્તાઈ, ક્નોલેજ અને દર્શન સાથે સમગ્ર વિશ્વને અહિંસા અને માનવતાનો સંદેશ આપ્યો હતો, માનવ કલ્યાણના તેમના મહાન વિચારો આપણને કોરોનાના સમયમાં જાહેર સેવા કરવા પ્રેરણા આપશે.

આ પણ વાંચો :વાવાઝોડામાં ફેરવાયું ‘યાસ’, કોલકાતા એરપોર્ટ બંધ, આ 8 રાજ્યોને ઘમરોળશે

kalmukho str 22 કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું, વેક્સિન સૌથી પ્રમુખ હથિયાર : PM મોદી