Not Set/ રાકેશ અસ્થાના: બિહારથી દિલ્હી, વાયા ગુજરાત : અહીં જાણો પૂર્ણ વિગત

રાકેશ અસ્થાના જયારે નેતરહત વિદ્યાલય, (બિહાર) હવે ઝારખંડમાં ભણતા, ત્યારે વર્ગમાં એમની ઓળખ એક હોશિયાર અને સરદાર પટેલને આદર્શ માનનારા વિદ્યાર્થી તરીકેની હતી. જયારે તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણવા ગયા, ત્યારબાદ પહેલી જ વારમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી ત્યારે પણ આ તસ્વીર બદલાઈ નહતી. અસ્થાના, ગુજરાતમાં એમના શરૂઆતના વર્ષોમાં તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે જવા માંગતા હતા. […]

Top Stories India
71744 ogooefemkb 1508724332 રાકેશ અસ્થાના: બિહારથી દિલ્હી, વાયા ગુજરાત : અહીં જાણો પૂર્ણ વિગત

રાકેશ અસ્થાના જયારે નેતરહત વિદ્યાલય, (બિહાર) હવે ઝારખંડમાં ભણતા, ત્યારે વર્ગમાં એમની ઓળખ એક હોશિયાર અને સરદાર પટેલને આદર્શ માનનારા વિદ્યાર્થી તરીકેની હતી. જયારે તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણવા ગયા, ત્યારબાદ પહેલી જ વારમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી ત્યારે પણ આ તસ્વીર બદલાઈ નહતી.

અસ્થાના, ગુજરાતમાં એમના શરૂઆતના વર્ષોમાં તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે જવા માંગતા હતા. એક પૂર્વ આઇપીએસ, જેમણે અસ્થાના સાથે ખુબ નજીકથી કામ કર્યું છે, તેમણે જણાવ્યું કે, અસ્થાનાને ક્યારે પણ કોંગ્રેસની વિચારધારા અને એમની સરકાર ગુજરાતમાં જે રીતે કામ કરે છે, તે ગમ્યું નહતું.

Rakesh Asthana e1540369286787 રાકેશ અસ્થાના: બિહારથી દિલ્હી, વાયા ગુજરાત : અહીં જાણો પૂર્ણ વિગત

એમના કાર્યકાળના પહેલા પાંચ વર્ષ દરમિયાન તેમની શાખ એક ઈમાનદાર અને કામગાર અધિકારીની બની ગઈ હતી. જોકે, થોડા સમયમાં બધું બદલાઈ ગયું. જનતા વચ્ચે પોતાની શાખ ચોખ્ખી રાખતા, તેઓ ગુજરાતના કેટલાક મોટા ઉદ્યોગપતિઓની નજીક જવાનું શરુ કરી દીધું. એક અધિકારીએ જણાવ્યું કે, અસ્થાનાની નજર બીજા આઈપીએસની જેમ બૂટલેગરો પાસેથી લાંચ લેવાની કે નકલી એન્કાઉંટર કરાવવા પર નહિ પરંતુ ખુબ મોટા નિશાન પર હતી.

રાકેશ અસ્થાના મૂળભૂત રૂપે અડવાણીના માણસ હતા. 90ના દાયકાના મધ્ય ભાગમાં અસ્થાનાને સીબીઆઇમાં ડેપ્યુટેશન મળ્યું, જેમાં એમણે તત્કાલીન બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની ચારા કૌભાંડમાં ધરપકડ કરી. આ કારણે અસ્થાનાની ઇમેજ કોંગ્રેસ વિરોધી બની ગઈ.

RAKESH ASTHANA PM NARENDRA MODI AND ALOK VERMA 620x400 e1540369339884 રાકેશ અસ્થાના: બિહારથી દિલ્હી, વાયા ગુજરાત : અહીં જાણો પૂર્ણ વિગત

જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે અસ્થાનાને મોદીની મદદ કરવા માટે સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટના બાબતે એસઆઈટીના હેડ બનાવવામાં આવ્યા હતા. અસ્થાના પહેલા એવા અધિકારી હતા, જેમને પબ્લિક સ્ટેટમેન્ટ આપેલું કે, ગોધરા ટ્રેનમાં લાગેલી આગ એક પહેલેથી જ નક્કી થયેલું ષડયંત્ર હતું.

અસ્થાના જોડે મજાક-મસ્તીનો સંબંધ રાખતા એક ઉદ્યોગપતિએ જણાવ્યું કે, અમે 2002માં અસ્થાનાને મોદી ભક્ત કહીને મજાક કરતા હતા. અને અસ્થાના ક્યારે પણ આનો વિરોધ કરતા નહતા.

મોદીના સીએમ બન્યા બાદ અસ્થાનાને હંમેશા મલાઈદાર ખાતા મળતા રહ્યા, અસ્થાના જયારે પણ જરૂર પડી ગુજરાત સરકારની મદદ કરવા પહોંચી જતા. આસારામ બાપુના કેસમાં જયારે નારાયણ સાઇની ધરપકડ કરવાની ફરજ પડી તો, સરકારે અસ્થાનાને જવાબદારી સોંપી હતી.

21TH THGRP ASTHANAS 1 e1540369379650 રાકેશ અસ્થાના: બિહારથી દિલ્હી, વાયા ગુજરાત : અહીં જાણો પૂર્ણ વિગત

અસ્થાનાને મેન ઓફ સ્ટાઇલ ગણવામાં આવતા. 2016માં જયારે એમની પુત્રીના લગ્નની વાતો આખા રાજ્યમાં ચર્ચાના ચકડોળે ચડી હતી. થોડા સમય બાદ જાહેર થયું હતું કે, વડોદરાની હોટલોએ અસ્થાના અને એમના પરિવારને બધી સર્વિસ ભેંટ આપી હતી.

જૂન 2016માં જયારે ઝડપી કેસ નિકાલ માટે સીબીઆઈ દ્વારા એક એસઆઈટીની નિમણુંક કરવાની જરૂર પડી, તો અસ્થાનાને તેના હેડ બનવવામાં આવ્યા.