Not Set/ અરૂણ જેટલીની પોટલીમાંથી શુ આવ્યુ બહાર, નોટબંધી બાદના બજેટની હાઇલાઇટ, બજેટની તમામ નાની મોટી વાતો

નવી દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, નીતિગત પ્રશાસન તરફ આગળ વધી રહ્યા છીએ. અમારું લક્ષ્ય યુવાનોના વિકાસ પર છે. છેલ્લા અઢી વર્ષના શાસનની રીતોમાં બદલાવ આવ્યો છે. બજેટના રાજકીય પક્ષોના દાન પર અંકુશ સાથે જોડાયેલા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય પક્ષો હવે 2000 થી વધુનું દાન કેશમાં નહી લઇ […]

Business
arun jaitley અરૂણ જેટલીની પોટલીમાંથી શુ આવ્યુ બહાર, નોટબંધી બાદના બજેટની હાઇલાઇટ, બજેટની તમામ નાની મોટી વાતો

નવી દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, નીતિગત પ્રશાસન તરફ આગળ વધી રહ્યા છીએ. અમારું લક્ષ્ય યુવાનોના વિકાસ પર છે. છેલ્લા અઢી વર્ષના શાસનની રીતોમાં બદલાવ આવ્યો છે. બજેટના રાજકીય પક્ષોના દાન પર અંકુશ સાથે જોડાયેલા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય પક્ષો હવે 2000 થી વધુનું દાન કેશમાં નહી લઇ શકે. તેમજ 3 લાખ સુધીના રોકડ લેવડ દેવડ પર રોક લગાવવામાં આવી છે. રેલવેમાં નવી લાઇનો સાથે સુરક્ષા  પર ફોકસ કરવામાં આવ્યું છે. જેના લીધે 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. તેમ જ IRCTC પર ટિકિટ બૂકિંગથી સર્વિસ ટેક્સ દૂર કરી દેવામાં આવ્યું છે. મીડલ ક્લાસને રાહત આપતા હવે 2.5 લાખ થી 5 લાખ સુધીની આવક મર્યાદા માં 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે.

50 લાખ થી 1 કરોડની આવક પર 10 ટકા અને એક કરડથી વધુની આવક પર 15 ટકા સરચાર્જ લગાવવામાં આવ્યો છે.

મીડીલ ક્લાસ ઇન્કમટેક્સ રાહત આપવામાં આવી છે.2.5 થી 5 લાખ સુધીની આવક મર્યાદા 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.

ભારત મોટું લાકતંત્ર છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ દેશની રાજકીય પક્ષોને ટ્રાંસપરેન્ટ સિસ્ટમ નથી મળી પાર્ટી ફંડીંગમાં  પારદર્શિતા પર ટેક્સમાં રાહત. દાનકર્તા ચેક અનને અન્ય પારદર્શી રીતે દાન આપી શકે છે.  રાજકીય દળો 2000 રૂપિયાથી વધારે કેશ દાનામાં નહી લઇ શકે છે. 2000 રૂપિયાથી ધવુના દાન  ફક્ત ચેક અથવા ડિજીટલ માધ્યમથી લઇ શકે છે. દરેક રાજકીય પક્ષો નક્કી કરવામાં આવેલા રિટર્ન ફાઇલ કરવું પડશે. પાર્ટી ફંડ માટે દાતા ફંડ ખરીદી શકે છે.

ઝારખંડ અને ગુજરાતમાં બે નવી એમ્સ બનાવવામાં આવશે. 1.5 લાખ સ્વસ્થ્ય ઉપકેન્દ્રોનો વિકાસ કરવામાં આવશે. મેડલ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષાની સીટ વધારવામાં આવશે. 2025 સુધીમાં ટીબી કાબૂમાં લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મેક ઇન ઇન્ડિયા પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં છુટ આપવા આવશે. કાળાનાણાંની તપાસ માટે વિશેષ સીટની રચના. હવે ત્રણ લાખથી ઉપર રોકડ લેવડ દેવડની મંજૂરી નહી

કેપિટલ ગેન ટેક્સની અવડી ત્રમ વર્ષથી 2 વર્ષ કરવામાં આવી છે. 50 કરોડ ટર્ન ઓવર કંપનીઓ માટે 5 ટકા ટેક્સ ઓછો હશે. નાના કંપનીઓ ટેક્સ કંપનીઓ ટેક્સમાં 30 ટકા ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યુઁ છે.

રક્ષા ક્ષેત્રમાં માટે 2.74 લાખ કરોડનું બજેટ. દેશ છોડીને ભાગનાર આર્થિક અપરાધીઓ પર સરકાર ફંદો ટાઇટ કરશે. તમની સંપતી જપ્તી કાયદો બનશે.

ફૌજોઓ માટે વિશેષ યાત્રા સુવિધા 84 યોજનાઓનો સીધો લાભ હવે ખાતામં 2017-17 માં 21.47 લાખ કરોડના લક્ષ્યનો ખર્ચનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો.

કંમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવશે. સૌર ઉર્જામાં 23000 વધારાની મેગાવૉટ ક્ષમતાની તૈયારી. ભારત ડિજીટલ ક્રાંતિમાંથી પસાર થઇ રહ્યો છે.125 સાખ લોકોએ ભીમ એપને ડાઉનલોડ કરી છે. આધાર આધારીત લેવડ દેવડ પણ જલ્દી શરૂ કરવામાં આવશે. સરકારી સંસ્થાઓમાં  ડિજીટલ લેવડ દેવડને વધારવામાં આવશે. આધાર આધારીત 20 લાખ પીયૂએસ આવશે.

વૃદ્ધો માટે આધાર કાર્ડ આધારીત સ્માર્ટકાર્ડ, બજેટમાં બીમારી દૂર કરવા માટે લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ટીબી કુષ્ઠ, ચેચકને દૂર કરવાનું લક્ષ્ય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે  3.96 લાખ કરોડ રૂપિયા. એફડીઆઇ નીતિને વધુ ઉદાર બનાવવામાં આવશે.

પીપીપી મોડલ મુજબ નાના શહેરોમાં એરપોર્ટનો વિકાસ કરવામાં આવશે.

પેસેન્જર સુરક્ષા માટે રેલવે સુરક્ષા કોષ બનાવવામાં આવશે. જેની માટે એક કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. રેલવે બજેટ 1,31,000 કરોડનું હશે. 70 રાજ્ય નિર્માણ અને વિકાસ માટે પસંદ કરવામાં આ આવ્યા છે.  500 સ્ટેશન વિકલાંગોની સુવિધા મુજબ બનાવવામાં આવશે.  નદી, સડક અને રેલવે દેશની જીવન રેખા છે. પર્યટન અને તીર્થ માટે વિશેષ ટ્રેન હશે. ભારતીય રેલવેને બીજા પરિવહન સામે ખતરો છે. IRCTC પર ટિકિટ બૂકિંગ પર સર્વિસ ટેક્સ ખતમ

દલિતોના કલ્યાણ માટે 52,393 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. એસટી,એસટી અને અલ્પસંખ્યકોના ફંડમાં વધારો કરવામાં આવ્યો છે.