Not Set/ સ્વિફ્ટ ડિઝાયર કારનુ રેકોર્ડબ્રેક વેચાણ મારૂતિ કાર ગ્રાહકોની નંબર વન પસંદ

ભારતીય માર્કેટમાં મારૂતિનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. મારૂતિ કંપની પોતાની સહયોગી કંપની સુઝુકી કરતા પણ વધુ આગળ નીકળી ગઈ છે અને મારૂતિ કાર ગ્રાહકોની નંબર વન પસંદ બની ગઈ છે.મારૂતિની દરેક પ્રોડક્ટ હિટ સાબિત થઈ છે સ્વિફ્ટ ડિઝાયર કારે તો વળી ખરીદીનો નવો રેકોર્ડ જ બનાવી દીધો છે. 2016-17માં મારૂતિએ 1568603 વાહનો વેચ્યા […]

Business
new maruti suzuki swift dzire સ્વિફ્ટ ડિઝાયર કારનુ રેકોર્ડબ્રેક વેચાણ મારૂતિ કાર ગ્રાહકોની નંબર વન પસંદ

ભારતીય માર્કેટમાં મારૂતિનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. મારૂતિ કંપની પોતાની સહયોગી કંપની સુઝુકી કરતા પણ વધુ આગળ નીકળી ગઈ છે અને મારૂતિ કાર ગ્રાહકોની નંબર વન પસંદ બની ગઈ છે.મારૂતિની દરેક પ્રોડક્ટ હિટ સાબિત થઈ છે સ્વિફ્ટ ડિઝાયર કારે તો વળી ખરીદીનો નવો રેકોર્ડ જ બનાવી દીધો છે. 2016-17માં મારૂતિએ 1568603 વાહનો વેચ્યા અને સુઝુકીએ 639000 વાહનો વેચ્યા. અને આ આંકડા પ્રમાણે મારૂતિ ઈન્ડિયા નિકાસ કરનારી પહેલી કંપની બની ગઈ છે.સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેનુફેક્ચર્સના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2017-18ના એપ્રિલ સપ્ટેમ્બરમાં મારૂતિએ 57,300 યુનિટ પેસેન્જર વ્હીકલ એક્સપોર્ટ કરીને 6 ટકાની વૃદ્ધિ કરી છે તો આની સાથે નંબર વન પોઝિશન પર રહેલી હુંડાઈ હવે ચોથા નંબર પર આવી ગઈ છે. ફૉકસવેગન બીજા નંબર પર તો જનરલ મોટર્સ હાલમાં ત્રીજા નંબર પર છે.