Union Budget/ બજેટ પહેલા કોંગ્રેસે કર્યું ટ્વિટ, કહ્યું શું લોકોની આશા પ્રમાણે ….

બજેટ પહેલા કોંગ્રેશે કર્યું ટ્વિટ, કહ્યું શું લોકોની આશા પ્રમાણે બજેટ હશે..?

Union budget 2024 Top Stories Business
budget 9 બજેટ પહેલા કોંગ્રેસે કર્યું ટ્વિટ, કહ્યું શું લોકોની આશા પ્રમાણે ....

સોમવારે નાણામંત્રી આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવા જી રહ્યા છે. ત્યારે બજેટ રજુ થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા એક ટ્વીટ કરીને બજેટ અંગે સવાલ પેદા કરવામાં આવ્યા છે. આમેય આ બજેટ ણે આર્થિક રસી કહેવામાં આવી રહ્યું છે. ત્યારે નાણાં પ્રધાન સમક્ષ કોરોનાને લઈને અનેક પડકારો સાથે બજેટ રજુ કરવા જી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણને “વિચારધારા અને ક્રિયાન્વયન “માંથી બહાર આવવા માટે નાણાંકીય વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કરતાં પહેલાં સોમવારે કોંગ્રેસે કહ્યું હતું. આ એક પડકાર છે. કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ટિ્‌વટ કર્યું હતું કે, “શું મહત્તમ સુત્રો અને લઘુતમ કાર્ય” વાલી સરકાર  બજેટ -2121 પર ભારતીય લોકોની અપેક્ષાઓનું પાલન કરી શકશે? ” તેમણે કટાક્ષ સાથે કહ્યું, “નાણાં પ્રધાન માટે ‘વિચારધારા અને ક્રિયાન્વયન ‘માંથી બહાર આવવું અને લોકોને અર્થપૂર્ણ પરિણામો આપવાનું એક પડકાર છે.”

 

ઉલ્લેખનીય છે કે સોમવારે નાણામંત્રી આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે, કોરોના રોગચાળા પછીનું આ પહેલું બજેટ હશે. કોરોના રોગચાળાને કારણે અર્થવ્યવસ્થા મુશ્કેલીઓ વધી છે. આવી સ્થિતિમાં નાણાં પ્રધાન સમક્ષ બજેટમાં આર્થિક સુધારાની પ્રક્રિયાને આગળ વધારીને અર્થતંત્રને વેગ આપવાનું પડકાર હશે.

અપેક્ષા છે કે આ વખતે નિર્મલાનું બજેટ રોજગાર ઉત્પન્ન કરવા અને ગ્રામીણ વિકાસ પર ખર્ચ, વિકાસ યોજનાઓ માટે ઉદાર ફાળવણી અને સરેરાશ કરદાતાઓના હાથમાં વધુ નાણાં મૂકવા અને વિદેશી કર આકર્ષિત કરવાના નિયમોને સરળ બનાવશે તેવી આશા છે. એટલું જ નહીં, મધ્યમ વર્ગને પણ આશા હતી કે તેનાથી ટેક્સના દરમાં ઘટાડો થશે.

Budget 2021 / બજેટમાં રિયલ્ટી અને હોટલ ઉદ્યોગના શેરોમાં તેજી માટે થશે જાહેરાત, શું કહે છે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…