ગુજરાત/ લોહાણા આગેવાન અને બિલ્ડર પ્રવીણ કોટકે ભાન ભૂલીને અશ્લીલ વિડીયો વાયરલ કર્યાની ચર્ચા

સંપતિ, સંતતિ કે સત્તાની ચિંતામાં રહેલા અને ચિક્કાર નશામાં પ્રવીણ કોટક ભાન ભૂલ્યા અને તેમનાથી ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર થયાં હોવનું ચર્ચાઈ રહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
પ્રવીણ કોટક

ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘મુખમે રામ ઓર બગલમે છૂરી’. કેટલાક વ્યક્તિઓ માટે આ કહેવત બરાબર બંધ બેસતી હોય છે. લોહાણા સમાજમાં સર્વોચ્ચ સંસ્થાનાં પ્રમુખ રહી ચૂકેલા અને રાજ્યનાં જાણીતા બિલ્ડર પ્રવીણ કોટક દ્વારા થયેલા કે કરાયેલા વર્તનમાં આ કહેવત એકદમ લાગુ પડતી હોય એમ લાગે છે.

સામાન્યરીતે લોકોએ પ્રવીણ કોટકને યુવાનોને પ્રેરણા આપતા કે ઉપદેશ અને શિખામણ આપતા જોયા કે સાંભળ્યા હશે પરંતુ તાજેતરમાં એક એવી ઘટના ઘટી છે જે પ્રવીણ કોટકની બીજી છબી સામે લાવે છે અને કોઈને પણ વિચારતા કરે છે. મળતી માહિતી અનુસાર પ્રવીણ કોટકનાં મોબાઈલમાંથી પારિવારિક કુળદેવતાનાં ધાર્મિક ગ્રુપમાં બે દિવસ અગાઉ વહેલી સવારે નિવસ્ત્ર સ્ત્રીઓનો યોગા કરતો એક અશ્લીલ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. પ્રવીણભાઈએ આવો અશ્લીલ વિડીયો શેર કર્યો તેની ચર્ચા ચારેતરફ ચાલી રહી હતી ત્યારે એક લૂલો બચાવ કરવામાં આવ્યો હતો કે, ‘ પ્રવીણભાઈ હાલ વિદેશમાં છે અને વિડીયો શેર થયો ત્યારે આ ફોન પ્રવીણ કોટક પાસે હતો નહીં.’ જોકે આ વાતની કોઈ સાબિતી નહીં હોવાથી વાતની પ્રમાણભૂતતા ઉપર જ શંકાની સોય ટકી છે અને આ બાબતે પ્રવીણભાઇનું મૌન પણ અનેક સવાલો ઊભા કરે છે. લોહાણા સમાજના કેટલાક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રવીણ કોટક છેલ્લા ઘણા સમયથી પોતાના પુત્રની નાદુરસ્ત તબિયાતનાં કારણે સતત ચિંતામાં છે અને ચિંતિત વ્યક્તિ નશાનો ટેકો લેતી હોય એવું બનતું હોય છે. જોકે આ બાબતે ખૂદ પ્રવીણ કોટક જ ખુલાસો કરી શકે છે. મળતી વિગત અનુસાર તેઓ તેમના દીકરાને સ્વસ્થ કરવા માટે વિદેશ પ્રવાસે ગયા છે.

રીયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સફળતાના શિખરો સર કરનાર, મોસ્ટ ટ્રસ્ટેડ કંપનીઝનો એવોર્ડ મેળવનાર અને રાજ્યના યાત્રાધામ વિકાસબોર્ડના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળનાર, ગરીબો અને વૃધ્ધોને આશરો આપનાર, સંતો-મહંતો સાથે ઘરોબો કેળવવા અને યુવાનોને નશાથી દૂર રહેવાની સતત શિખામણ આપવાની છબીની ઝાંખી કરાવતા સમાચારો પ્રવીણ કોટકની એક વિશેષ છાપ ઊભી કરે છે જ્યારે તાજેતરમાં પારિવારિક ગ્રુપમાં પ્રવીણ કોટકનાં મોબાઈલમાંથી શેર થયેલા અશ્લીલ વિડીયો બીજું ચિત્ર ઊભું કરે છે. આ બંને બાબતોમાં રહેલી વિસંગતતા અંગે તો ખૂદ પ્રવીણ કોટક જ કશું કહી શકશે પરંતુ કેટલાક સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે હાલમાં પ્રવીણ કોટક પરિવાર સાથે વિદેશ પ્રવાસે છે. જ્યારે અશ્લીલ વિડીયો તેમના ફોનમાંથી શેર કરાયો ત્યારે વિદેશમાં અંદાજિત રાત્રીના નવ દસ વાગ્યાનો સમય હતો અને પ્રવીણ કોટક નશામાં ધૂત હતાં. સંપતિ, સંતતિ કે સત્તાની ચિંતામાં રહેલા અને ચિક્કાર નશામાં પ્રવીણ કોટક ભાન ભૂલ્યા અને તેમનાથી ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર થયાં હતાં. પારિવારિક ગ્રુપમાં આવા અશ્લીલ વિડિયોના કારણે કેટલાક વડીલબંધુઓની લાગણીઓ દુભાઈ હતી અને પ્રવીણ કોટક દ્વારા શેર કરાયેલા વિડીયો ડિલીટ કરવામાં આવે એ પહેલા તો તેના સ્ક્રીનશૉટ વાયરલ થવા લાગ્યા હતાં.

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ