નિવેદન/ Bulli Bai App કેસમાં પકડાયેલી યુવતી મામલે જાવેદ અખ્તરે શું કહ્યું જાણો સમગ્ર વિગત

જ્યારે સેંકડો મુસ્લિમ મહિલાઓની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એકત્ર કરીને એક એપ પર અપલોડ કરવામાં આવી હતી

Top Stories Entertainment
8 Bulli Bai App કેસમાં પકડાયેલી યુવતી મામલે જાવેદ અખ્તરે શું કહ્યું જાણો સમગ્ર વિગત

જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ‘બુલ્લી બાઈ એપ’ કેસમાં ધરપકડ કરાયેલ છોકરીને માફ કરવાની અપીલ કરી છે. બુલ્લી બાઈ એપ વિવાદના સંબંધમાં, મુંબઈ પોલીસે 18 વર્ષની માસ્ટરમાઇન્ડ યુવતીની ધરપકડ કરી હતી. પીઢ ગીતકાર જાવેદ અખ્તરે આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે લોકોને તેને માફ કરવા વિનંતી કરી કારણ કે તે યુવતીએ તેના માતા-પિતાને કેન્સરથી ગુમાવ્યા હોવાના અહેવાલ છે.

ગીતકાર જાવેદ અખ્તરે બુધવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર જઈને નેટીઝનોને વિનંતી કરી કે તેઓ દયા બતાવે અને આરોપી છોકરીને માફ કરે. તેણે ટ્વીટ કર્યું, “જો ‘બુલી બાય એપ’ ખરેખર એક 18 વર્ષની છોકરી દ્વારા બનાવવામાં આવી છે જેણે તાજેતરમાં જ કેન્સર અને કોરોનાથી તેના માતા-પિતાને ગુમાવ્યા છે, તો મને લાગે છે કે મહિલાઓએ તેને મળવું જોઈએ અને વડીલોની જેમ, તેને સમજાવવું જોઈએ કે તેણે ગમે તે કર્યું, તેણે ખોટું કર્યું. તેના પર દયા બતાવો અને તેને માફ કરો.

‘બુલી બાય એપ’ કેસમાં વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સેંકડો મુસ્લિમ મહિલાઓની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એકત્ર કરીને એક એપ પર અપલોડ કરવામાં આવી હતી. આ દરમિયાન, 18 વર્ષીય યુવતી સહિત એક 21 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીને એપ મામલે્  મુંબઈ પોલીસની ટીમે પકડી પાડ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધી અને શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક વિપક્ષી નેતાઓએ આ મુદ્દો ઉઠાવીને ઘણી ટીકા કરી હતી. આ સાથે ગુનેગારોની ધરપકડ કરવા અને પીડિતોને ન્યાય અપાવવા સરકારને અપીલ કરી છે.