Not Set/ PNB મહાગોટાળા બાદ સિટી બેંક યુનિયનમાં થયો 20લાખ ડોલરનો ગોટાળો, સીસ્ટમ થઈ હેક

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા મહાઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ  કોઈ અતોપતો હાથ જડ્યો નથી. ત્યારે યુનિયન બેંકને હૈકર્સએ લગભગ 13 કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું […]

Top Stories
s2.reutersmedia PNB મહાગોટાળા બાદ સિટી બેંક યુનિયનમાં થયો 20લાખ ડોલરનો ગોટાળો, સીસ્ટમ થઈ હેક

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા મહાઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ  કોઈ અતોપતો હાથ જડ્યો નથી.

ત્યારે યુનિયન બેંકને હૈકર્સએ લગભગ 13 કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેકર્સે ત્રણ અલગ અલગ મામલે લગભગ 20લાખ ડોલર (12.8 કરોડ રૂપિયા) ઉડાઈ લીધા છે. આં હેકિંગ માટે SWIFTનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સિટી બેંકના સીઈઓ એન. કમાકોડીએ કહ્યું છે કે, આ ત્રણ ટ્રાન્ઝેક્શન માંથી બે બ્લોક કરી દેવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે ત્રીજો મામલો ચીનમાં ફસાઈ ગયો છે.

પંજાબ નેશનલ બેંક પછી આ બીજી એવી ઘટના છે કે SWIFTથી ગોટાળો કરવાનો મામલો સામે આવ્યો છે. સિટીબેંકે કહ્યું છે, કે સાઈબર અપરાધીઓયે બેંક સીસ્ટમને હેક કરીને લગભગ 12.8 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા.

સીઈઓએ કહ્યું, આ આંતરરાષ્ટ્રીય સાઈબર અપરાધીઓ દ્વારા કરવામાં આવેલો અટેક છે. આ અપરાધમાં ઘણાં લોકો સામેલ હોઈ શકે છે. આ મામલામાં કોઈ પોતાનો કર્મચારી હોય તેવું સામે નથી આવ્યું, હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.