Not Set/ કરો અમુલ સાથે બિઝનેસ, તમે પણ કમાઈ શકો છો ૫ થી ૧૦ લાખ રૂપિયા, આ છે ઓફર

નવી દિલ્હી, પોતાના જીવનમાં કોઈ વ્યક્તિએ બિઝનેસ કરવાનું વિચાર્યું હોય તો તેઓ પાસે એક ખાસ મૌકો છે, જ્યાં તમે થોડાક રૂપિયા ઇન્વેસ્ટ કરીને દરેક મહિનામાં મોટી કમાણી કરી શકો છો. આ ઓફર તમને આપી રહી છે દેશભરમાં દૂધની પ્રખ્યાત બ્રાંડ “અમુલ“. અમુલ દ્વારા વિના કોઈ રોયલ્ટી અથવા તો પ્રોફિટ શેરિંગની ફ્રેન્ચાઇઝી ઓફર આપી રહી છે. […]

Trending Business
1280x720 mZL કરો અમુલ સાથે બિઝનેસ, તમે પણ કમાઈ શકો છો ૫ થી ૧૦ લાખ રૂપિયા, આ છે ઓફર

નવી દિલ્હી,

પોતાના જીવનમાં કોઈ વ્યક્તિએ બિઝનેસ કરવાનું વિચાર્યું હોય તો તેઓ પાસે એક ખાસ મૌકો છે, જ્યાં તમે થોડાક રૂપિયા ઇન્વેસ્ટ કરીને દરેક મહિનામાં મોટી કમાણી કરી શકો છો.

આ ઓફર તમને આપી રહી છે દેશભરમાં દૂધની પ્રખ્યાત બ્રાંડ “અમુલ“. અમુલ દ્વારા વિના કોઈ રોયલ્ટી અથવા તો પ્રોફિટ શેરિંગની ફ્રેન્ચાઇઝી ઓફર આપી રહી છે.

આટલા રૂપિયા કરવા પડશે ઇન્વેસ્ટ

દુનિયાભરમાં પ્રખ્યાત થયેલી અમુલ બ્રાંડ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરવામાં આવી રહી છે. જો તમે અમૂલ કંપનીનું આઉટલેટ, રેલ્વે પાર્લર અથવા તો અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઇઝી લેવા માંગતા હોય તો તમને ૨ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે.

આ ઇન્વેસ્ટમેન્ટમાં બ્રાંડ સિક્યોરિટી ૨૫ હજાર, રિનોવેશન માટે ૧ લાખ રૂપિયા, ઇક્વિપમેન્ટ માટે ૭૫ લાખ રૂપિયા શામેલ છે.

જો તમે અમુલ સ્કુપિંગ પાર્લર શરુ કરવા માટે ઇચ્છતા હોય તો તમારે ૫ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઇન્વેસ્ટમેન્ટમાં બ્રાંડ સિક્યોરિટી ૫ હજાર, રિનોવેશન માટે ૪ લાખ રૂપિયા, ઇક્વિપમેન્ટ માટે ૧.૫૦ લાખ રૂપિયા શામેલ છે.

 કેટલી થશે કમાણી ?

અમુલ દ્વારા જણાવ્યા મુજબ, આ ફ્રેન્ચાઇઝી દ્વારા દરેક મહિને અંદાજે ૫ લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયાનું વેચાણ થઇ શકે છે. જો કે આ વેચાણ પર અમુલ દ્વારા પોતાની પ્રોડક્ટની MRP પર કમીશન આપવામાં આવતું હોય છે.

જેમાં એક મિલ્ક પાઉચ પર ૨.૫ ટકા, મિલ્ક પ્રોડક્ટ પર ૧૦ ટકા અને આઈસ્ક્રીમ પર ૨૦ ટકા કમીશન મળતું હોય છે. જયારે અમુલ સ્કુપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી પર તેની પ્રોડક્ટ પર ૫ ટકા કમીશન મળતું હોય છે. આ ઉપરાંત પરી-પેક આઈસ્ક્રીમ પર ૨૦ ટકા અને અમુલ પ્રોડક્ટ પર ૧૦ ટકા કમીશન આપવામાં આવે છે.