Not Set/ ક્રૂડમાં ઘટાડા બાદ પણ સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલમાં ભાવ

કેન્દ્ર સરકાર નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016ની વચ્ચે પેટ્રોલ-ડીઝલ પર નવ વખત કેન્દ્રીય ઉત્પાદન પર ભાવ વધારી ચુકી છે. મોદી સરકારે જયારે કેન્દ્રની સત્તા સંભાળી ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઈલની કિંમતમાં ઘટાડાની વાત રાખી હતી. પરંતુ સરકારે કિંમત ઘટાડવાની જગ્યાએ નવ વખત વધારી દિધી. આ રીતે ડીઝલ પ્રતિ લીટર 13. 57 રૂપિયા જયારે પેટ્રોલ પર 11.77 રૂપિયાનો […]

Top Stories Trending Business
petrol 660 072615121052 051418101852 ક્રૂડમાં ઘટાડા બાદ પણ સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલમાં ભાવ

કેન્દ્ર સરકાર નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016ની વચ્ચે પેટ્રોલ-ડીઝલ પર નવ વખત કેન્દ્રીય ઉત્પાદન પર ભાવ વધારી ચુકી છે. મોદી સરકારે જયારે કેન્દ્રની સત્તા સંભાળી ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઈલની કિંમતમાં ઘટાડાની વાત રાખી હતી. પરંતુ સરકારે કિંમત ઘટાડવાની જગ્યાએ નવ વખત વધારી દિધી. આ રીતે ડીઝલ પ્રતિ લીટર 13. 57 રૂપિયા જયારે પેટ્રોલ પર 11.77 રૂપિયાનો બોજ વધારી દીધો છે.

ગુરુવારે પેટ્રોલમાં 22-23 પૈસાનો વધારો થયો છે અને ડીઝલમાં 22-24 પૈસાનો વધારો થયો છે. ગુરુવારે દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 75.32 રૂપિયા પહોંચ્યો છે. જે લગભગ 56 મહિના અગાઉ પેટ્રોલનો ભાવ 76.32 પર હતો. મુંબઈમાં એક લીટર પેટ્રોલ નો ભાવ 83.16 પર પહોંચ્યો છે.

ડીઝલની વાત કરીએ તો એલ લીટર ડીઝલનો ભાવ 66.79 રૂપિયા પર પહોંચ્યો છે. જયારે મુંબઈમાં 71.12 રૂપિયા પર પહોંચ્યો છે. આ સમયમાં હજુ પણ આ કિંમતના રેકોર્ડ તૂટી શકે છે.

હાલનો કેન્દ્રીય કર( રૂપિયા પ્રતિલીટર)

કર                              પેટ્રોલ                 ડીઝલ

બેઝિક એકસાઈઝ ડયુટી         4.48                 6.33

એડિશનલ એકસાઈઝ ડયુટી     7.00                 1.00

રોડએન્ડ ઇન્ફ્રા સેસ              8.00                  8.00

બુધવારના પેટ્રોલના ભાવ.

મુંબઈ- 82.94 રૂપિયા.

કોલકાતા- 77.78 રૂપિયા.

ચેન્નઈ- 77.92 રૂપિયા.

દિલ્લી- 75.09 રૂપિયા.

બુધવારના ડીઝલના ભાવ પ્રતિલીટર.    

મુંબઈ- 70.87 રૂપિયા.

કલકત્તા- 69.02 રૂપિયા

ચેન્નઈ- 70.24 રૂપિયા.

દિલ્લી-  66.56 રૂપિયા.

કેમ વધી રહ્યા છે  ભાવ.

સિનીયર એનાલિસ્ટ અરૂણ કેજરીવાલનું માનવું છે કે પેટ્રોલ અને ડીઝલ પર લગભગ 4-5 રૂપિયા સુધી વધારો થશે. કારણકે ઓઈલ કંપનીઓ 19 દિવસ સુધી ભાવને હોલ્ડ પર રાખીને નુકશાન ઉઠાવી ચુકી છે. ક્રુડની વધેલી કિમતોથી પણ ઓઈલ કંપનીઓને ભારે નુકશાન પહોચ્યું છે. હવે ભરપાઇ કરવા માટે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થાવનું નિશ્ચિત છે. દિલ્લીમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ શકે છે, પેટ્રોલ 76 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે.

ઓઈલ કંપનીઓએ કર્ણાટક ચુંટણીના લીધે 19 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ પણ બદલાવ નહોતો કર્યો. 24 એપ્રિલ પછી 14મેના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો.

મંગળવારના પેટ્રોલ પ્રતિલીટર.

મુંબઈ- 82.56 રૂપિયા.

દિલ્લી- 74.80 રૂપિયા.

કોલકાતા- 75.90 રૂપિયા.

ચેન્નઈ- 77.61 રૂપિયા.

નોઇડામાં 76.02 રૂપિયા પેટ્રોલનો ભાવ છે. ફરીદાબાદમાં 75.61 રૂપિયા, ગુડગાંવમાં 75.34 રૂપિયા અને ગાઝીયાબાદમાં 75.90 પ્રતિલીટર રૂપિયા છે.

મંગળવારના ડીઝલ પ્રતિલીટર.

મુંબઈ- 70.43 રૂપિયા.

દિલ્લી- 66.14 રૂપિયા.

કોલકાતા- 68.68 રૂપિયા.

ચેન્નઈ- 69.79 રૂપિયા.

GSTમાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ.

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે GSTમાં પેટ્રોલ અને ડીઝલને પણ જલ્દી જ શામેલ કરવામાં આવશે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોના સાથે એક આમ શમતી બનાવવાની કોશિશ કરી રહી છે. આ જેવું થઇ જશે પેટ્રોલ-ડીઝલ પણ GSTમાં સમાવેશ થઇ જશે.