Not Set/ ૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસ દર ૭.૩ રહેવાનું અનુમાન, ADB દ્વારા જાહેર કરાયો રિપોર્ટ

દિલ્લી, આગામી દિવસો વર્તમાન મોદી સરકાર અને દેશની જનતા માટે રાહતના હોઈ શકે છે. દેશની આર્થિક વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા રહેશે જે આગામી વર્ષમાં વધીને ૭.૬ ટકા થવાની સંભાવના છે. મનીલાના એશિયાઈ ડેવલોપમેન્ટ બેંક (એડીબી) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ આ આંકડા રજુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ADB રિપોર્ટ મુજબ, […]

Business
fdggf ૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસ દર ૭.૩ રહેવાનું અનુમાન, ADB દ્વારા જાહેર કરાયો રિપોર્ટ

દિલ્લી,

આગામી દિવસો વર્તમાન મોદી સરકાર અને દેશની જનતા માટે રાહતના હોઈ શકે છે. દેશની આર્થિક વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા રહેશે જે આગામી વર્ષમાં વધીને ૭.૬ ટકા થવાની સંભાવના છે. મનીલાના એશિયાઈ ડેવલોપમેન્ટ બેંક (એડીબી) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ આ આંકડા રજુ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ADB રિપોર્ટ મુજબ, ભારત આ વર્ષે એશિયાની સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે.

ADBના એશિયાઈ ડેવલોપમેન્ટ કાઉન્સિલ ૨૦૧૮ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વેપારને લઇ જોખમ ઘણું ઊંચું છે પરંતુ તેની પ્રતિક્રિયામાં કરવામાં આવેલી કાર્યવાહી આગળ જઈને એશિયાઈ ક્ષેત્રના માર્કેટની વૃદ્ધિ દર પ્રભાવિત થઇ શકે છે.

ADBના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ” માલ અને સેવા કર (GST) અને બેન્કિંગ સુધારાને કારણે ભારતની અર્થવ્યવસ્થાને વેગ મળશે.

મહત્વનું છે કે, ગત નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ૬.૬ ટકા રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતની અર્થવ્યવસ્થાને નોટબંધી તેમજ GST લાગુ થવાના કારણે વેપારીઓને આ નવી પ્રણાલીમાં સંયોજન બેસાડવા માટે ઘણા પ્રયત્ન કરવા પડ્યા હતા. જયારે દેશના કૃષિ ક્ષેત્રે આર્થિક વૃદ્ધિ ૭.૧ ટકા રહી હતી.

એશિયાઈ ડેવલોપમેન્ટ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી યાસૂયુકી સાવાદાએ કહ્યું, “કેટલાક લઘુ કક્ષાના ઉદ્યોગમાં થોડાક નુકશાન બાદ પણ હાલમાં લાગુ કરવામાં આવેલા જીએસટીના કારણે ભવિષ્યમાં દેશની વૃદ્ધિને પ્રોત્સાહન મળશે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “વિદેશી રોકાણના પ્રવાહમાં વધારો થવાના કારણે અને સરકાર દ્વારા વેપારની સ્તિથી વધુ સરળ બનાવવાના પ્રયાસોના કારણે પણ અર્થવ્યવસ્થાની વૃદ્ધિને વેગ મળશે”.