Not Set/ કોકાકોલાનું પહેલું આલ્કોહોલિક ડ્રીંક : જાણો ક્યાં મળશે

ટોક્યો: સોમવારે કોકાકોલાએ પહેલું લીંબુ ફ્લેવરવાળું આલ્કોહોલિક ડ્રીંક “આલ્કોપોપ” જાપાનમાં લોન્ચ કર્યું હતું. કંપનીનું આ પગલું નવા બજાર અને નવા ઉપભોક્તાઓને જોડવા માટે લેવામાં આવ્યું છે. અમેરિકાની દિગ્ગજ સોફ્ટ ડ્રીંક કંપનીએ પોતાના ૧૨૫ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આલ્કોહોલિક ડ્રીંક બજારમાં ઉતાર્યું છે અને સાથે ત્રણ નવા “લેમન-ડુ” ડ્રીંક પણ બજારમાં  પ્રસ્તુત કર્યા છે, જેમાં ત્રણ, […]

World Business
Coca Cola Japan Lemon Do launch display May 25 2018 કોકાકોલાનું પહેલું આલ્કોહોલિક ડ્રીંક : જાણો ક્યાં મળશે

ટોક્યો: સોમવારે કોકાકોલાએ પહેલું લીંબુ ફ્લેવરવાળું આલ્કોહોલિક ડ્રીંક “આલ્કોપોપ” જાપાનમાં લોન્ચ કર્યું હતું. કંપનીનું આ પગલું નવા બજાર અને નવા ઉપભોક્તાઓને જોડવા માટે લેવામાં આવ્યું છે. અમેરિકાની દિગ્ગજ સોફ્ટ ડ્રીંક કંપનીએ પોતાના ૧૨૫ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આલ્કોહોલિક ડ્રીંક બજારમાં ઉતાર્યું છે અને સાથે ત્રણ નવા “લેમન-ડુ” ડ્રીંક પણ બજારમાં  પ્રસ્તુત કર્યા છે, જેમાં ત્રણ, પાંચ અને આંઠ ટકા આલ્કોહોલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ પીણું જાપાનના પ્રસિદ્ધ “ચુ-હાઈ” પીણાંના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક સ્પીરીટમાં ઘણાં ફાળોની ફલેવરો મેળવીને તૈયાર કરવામાં આવે છે. આ પીણાંનું મુખ્ય લક્ષ્ય યુવા દારૂડિયાઓના બજાર પર છે , જેમાં ખાસ કરીને મહિલાઓ શામેલ છે.

“ચુ-હાઈ”ને બીયરના વિકલ્પ રૂપે વેચવામાં આવે છે અને ખાસ કરીને મહિલાઓમાં આ પીણું ખુબ લોકપ્રિય છે. કોકાકોલાએ કહ્યું કે આ પીણાંને જાપાન બહાર લોન્ચ કરવાની કોઈ યોજના નથી. આ પીણું જાપાનના ટાપુ ક્યુશુમાં મળશે, ૩૫૦ એમએલ પીણાંની કિંમત લગભગ ૯૪ રૂપિયા હશે.

જાપાનના બજારમાં કોકાકોલા અલગ-અલગ પ્રયોગો કરતી હોય છે. જાપાનના બજારમાં દર વર્ષે કોકાકોલા સરેરાશ ૧૦૦ પ્રોડક્ટ લોન્ચ કરે છે. આમાંની ઘણી પ્રોડક્ટો વિદેશમાં લોન્ચ કરવામાં નથી આવતી. કોકાકોલા કંપની ૧૯૭૦માં વાઈન કારોબારમાં ઉતારી હતી.