Not Set/ માર્ક ઝુકરબર્ગને ૨ કલાકમાં થયું ૧૬૮ કરોડ ડોલરનું નુકશાન, જાણો શું છે કારણ

છેલ્લા કેટલાક સમયથી કન્ટેન્ટ પોલીસીને લઇ વિવાદમાં રહેલી વિશ્વની અગ્રણી સોશિયલ સાઈટ્સ ફેસબુકને ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારે નુકશાન ભોગવવું પડ્યું છે. બુધવારે કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, માર્ક ઝુકરબર્ગને ૨ કલાકમાં ૧૬૮ કરોડ ડોલરનું નુકશાન થયું છે. ફેસબુક દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, “વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સેલ અને યુઝર ગ્રોથમાં […]

Business
facebook mark zuckerberg reuters 1506573019113 માર્ક ઝુકરબર્ગને ૨ કલાકમાં થયું ૧૬૮ કરોડ ડોલરનું નુકશાન, જાણો શું છે કારણ

છેલ્લા કેટલાક સમયથી કન્ટેન્ટ પોલીસીને લઇ વિવાદમાં રહેલી વિશ્વની અગ્રણી સોશિયલ સાઈટ્સ ફેસબુકને ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારે નુકશાન ભોગવવું પડ્યું છે. બુધવારે કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, માર્ક ઝુકરબર્ગને ૨ કલાકમાં ૧૬૮ કરોડ ડોલરનું નુકશાન થયું છે.

ફેસબુક દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, “વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સેલ અને યુઝર ગ્રોથમાં ઘટાડો સામે આવ્યો છે અને આ સાથે જ ચાલુ વર્ષમાં સારા પરફોર્મન્સની આશા નથી”.

ફેસબુકના ફાઈનાન્સ અધિકારીએ ડેવિડ વેનરે કહ્યું, “ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં નફામાં ઘટાડો થઇ શકે છે. ત્યારબાદ ફેસબુકના શેરમાં ૨૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને માર્ક ઝુકારબર્ગને માત્ર ૨ કલાકમાં ૧૬૮ કરોડ ડોલર રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યું છે.

માર્ક ઝુકારબર્ગના થયેલા આ નુકશાન બાદ બ્લૂમબર્ગની બિલનિયર્સની ઇન્ડેક્સ મુજબ, છઠ્ઠા સ્થાને આવી ગયા છે. બીજી બાજુ આ રિપોર્ટ મુજબ આ વર્ષના અંતમાં તેઓને ૧૩૭ કરોડ ડોલરનું નુકશાન થઇ શકે છે.

મહત્વનું છે કે, કન્ટેન્ટ પોલીસીને વિવાદમાં સપડાયેલી ફેસબુકની કહેવું છે કે, “જૂનમાં ૧૪૭૦ કરોડ ડેલી યુઝર હતા, પરંતુ આ ત્રિમાસિક ગાળામાં ફેસબુકને ૪૨ ટકાનો ફાયદો થયો છે.