Not Set/ “વહેલા તે પહેલા” : સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકારની આ સ્કીમનો લઇ શકો છો ફાયદો

નવી દિલ્હી, હાલમાં દેશમાં તહેવારોની મોસમ જામી છે, ત્યારે જો તમે સસ્તું સોનું ખરીદવા માંગો છો તો તમે સરકાર પાસેથી સીધા જ ખરીદી શકો છો. દેશમાં તહેવારોની સિઝનમાં સોનું ખરીદવાને લઈ લોકોની વધી રહેલી રુચિને જોતા મોદી સરકાર દ્વારા સોમવારથી ગોલ્ડ બોન્ડ યોજનાની શરૂઆત કરાવી છે. સોમવારથી લઇ ૧૯ ઓક્ટોબર સુધી આ યોજનાનો લાભ લઈ […]

Trending Business
1539599886 Gold silver rate today "વહેલા તે પહેલા" : સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકારની આ સ્કીમનો લઇ શકો છો ફાયદો

નવી દિલ્હી,

હાલમાં દેશમાં તહેવારોની મોસમ જામી છે, ત્યારે જો તમે સસ્તું સોનું ખરીદવા માંગો છો તો તમે સરકાર પાસેથી સીધા જ ખરીદી શકો છો.

દેશમાં તહેવારોની સિઝનમાં સોનું ખરીદવાને લઈ લોકોની વધી રહેલી રુચિને જોતા મોદી સરકાર દ્વારા સોમવારથી ગોલ્ડ બોન્ડ યોજનાની શરૂઆત કરાવી છે.

gold and silver bars finance economy admin 900 x 506 "વહેલા તે પહેલા" : સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકારની આ સ્કીમનો લઇ શકો છો ફાયદો
business-modi-govt-sovereign-gold-bond-scheme-opens-festive-season

સોમવારથી લઇ ૧૯ ઓક્ટોબર સુધી આ યોજનાનો લાભ લઈ શકો છો અને આ બોન્ડનું સર્ટિફિકેટ ૨૩ ઓક્ટોબરના રોજ જાહેર થશે.

જો કે આ સ્કીમની ખાસ વાત એ છે કે, ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઈઝ સોનાની માર્કેટ વેલ્યુ કરતા ૩ ટકા જેટલી ઓછી છે, કારણ કે, ઓનલાઈન પેમેન્ટ પર ૫૦ રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

gold 660 101518052824 "વહેલા તે પહેલા" : સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકારની આ સ્કીમનો લઇ શકો છો ફાયદો
business-modi-govt-sovereign-gold-bond-scheme-opens-festive-season

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ યોજના હેઠળ સરકારી સ્વર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર ૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી દરેક મહિનામાં જાહેર કરવામાં આવશે.

આ રીતે ખરીદો બોન્ડ ?

Gold bond "વહેલા તે પહેલા" : સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકારની આ સ્કીમનો લઇ શકો છો ફાયદો
business-modi-govt-sovereign-gold-bond-scheme-opens-festive-season

મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજના હેઠળ બોન્ડ ખરીદવા હોય તો, બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ તેમજ માન્યતા પ્રાપ્ત શેર બજારોમાંથી નેશનલ સ્ટોક એક્સેચેન્જ અને BSE લિમિટેડમાંથી ખરીદી શકો છો.

વર્ષ ૨૦૧૫માં લોન્ચ કરવામાં આવી હતી આ સ્કીમ

અત્રે ઉલ્લેખનીય છે કે, આં યોજનાની શરૂઆત નવેમ્બર, ૨૦૧૫માં થઇ હતી. આ યોજનાનો ઉદ્દેશ છે કે, ભૌતિક રૂપથી સોનાની માંગ માં કમી લાવવું અને સોનું ખરીદવામાં ઉપયોગ થનારી બચતનો ઉપયોગ નાણાકીય બચતમાં કરવાનો છે.